તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પ્રથમ દિવસે એકપણ ફોર્મ ન ભરાયું

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને 2 પાલિકા માટે સોમવારે જાહેરનામુ બહાર પડતાની સાથે ઉમેદવારીપત્રક ભરવાના પહેલા દિવસે મુખ્ય રાજકીય પક્ષોનાં ઉમેદવારોની યાદી જાહેર થઈ ન હોય એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહીં હોવાની માહિતી ચૂંટણી અધિકારીની કચેરીએથી મળી હતી. જિલ્લામાં આવેલી નવસારી જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો અને નવસારી-વિજલપોર તથા ગણદેવી પાલિકા માટે ઉમેદવારીપત્રક ભરવાની મુદત શરૂ થઈ છે અને ઉમેદવારી પત્રકો 13મી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે.

15મી ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે અને 16મી ફેબ્રુઆરીએ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારબાદ ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને ગણતરી 2જી માર્ચે કરાશે. જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે મુખ્ય રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થઈ ન હતી. મુખ્ય રાજકીય પક્ષ કે અપક્ષ દ્વારા પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હતું. જોકે સાંજે ભાજપ દ્વારા કેટલાક વોર્ડના સંભવિત ઉમેદવારની યાદી સોશિયલ મીડિયામાં વહેતી થતા કોંગ્રેસ પક્ષ પણ સચેત થઈને આગામી બે-ત્રણ દિવસોમાં યાદી બહાર પાડી ફોર્મ ભરાવવાની કાર્યવાહી કરશે તેમ જણાય રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો