તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં કોરોનાનાં શનિવારે લીધેલા 295 સેમ્પલમાંથી એકપણ સેમ્પલ પોઝિટિવ ન આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે 2 કેસ એક્ટિવ અને રવિવારે વધુ 205 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની આરોગ્ય તંત્રએ માહિતી આપી હતી. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ શનિવારે 295 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી એકપણ સેમ્પલ પોઝિટિવ ન આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
હાલમાં કોરોનાનાં કુલ સેમ્પલની સંખ્યા 135305 થઈ છે, 1564 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા અને 102 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે 1460 લોકોએ કોરોનાને માત આપી છે. નવસારીમાં હજુ 2 એક્ટિવ કેસ રહ્યા છે. જયારે રવિવારે નવસારીમાં 58, જલાલપોરમાં 29, ગણદેવીમાં 32, ચીખલીમાં 25, ખેરગામમાં 27 અને વાંસદામાં 34 સેમ્પલ મળી કુલ 205 સેમ્પલ લેવામાં આવ્યા હતા. નવસારીમાં 38 જેટલા યુકેથી મુસાફરો આવ્યા હતા અને અન્ય દેશોમાંથી 46 મુસાફરો આવ્યા છે. જેમાં દરેકના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.
યુકેથી આવનારા 38 મુસાફરનો હોમ ક્વોરન્ટાઈન સમય પણ પૂર્ણ થઇ ગયો હોવાની માહિતી પણ મળી છે. એકતરફ વેક્સિનેશન શરૂ થયું છે બીજીતરફ નવા પોઝિટિવ કેસની સંખ્યા રોજબરોજ ઘટી રહી છે. હાલ એક્ટિવ કેસ પણ બે જ હોય કોરોનાનો નજીક દેખાય રહ્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.