વિદેશમાંથી ભારતમાં અને રાજ્યના 20 જિલ્લામાં પણ પ્રવેશી ચૂકેલ કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટનો એક પણ કેસ એનઆર મઆઇ જિલ્લામાં ગણતરી પામતા નવસારીમાં હજુ નોંધાયો નથી.પ્રથમ દક્ષિણ આફ્રિકામાં કોવિડનો ઓમિક્રોન નામનો નવો વેરિયન્ટ દેખાયો હતો.ત્યારબાદ દુનિયાના અનેક દેશોમાં આ વાયરસ ફેલાયો હતો,જેમાં ભારત દેશનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં પણ ક્રમશઃ કેસો બહાર આવ્યા છે, જેમાં ફોરેન હિસ્ટ્રી ધરાવતા અને નહીં ધરાવનારા પણ છે.
મંગળવાર સુધીમાં રાજ્યના એક બે નહીં પણ 20 જિલ્લામાં ઓમિક્રોનના કેસો સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યાં છે પણ રાજ્યના આણંદ, ખેડા જેવા 3 એનઆરઆઈ જિલ્લામાં સમાવેશ થાય છે એવા નવસારી જિલ્લામાં હજુ સુધી એક પણ ઓમિક્રોનનો સત્તાવાર કેસ નોંધાયો નથી. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લામાં 100 જેટલા કેસનું જિનમ સિક્વન્સ કરી વેરિયન્ટની તપાસ કરવામાં આવી છે,જોકે તેમાંથી કોઈનામાં ઓમિક્રોન વેરિયન્ટ જણાયો નથી. આ 100માં હાઈરીસ્ક દેશોમાંથી આવેલ અને પોઝિટિવ 2 કેસ પણ છે,જોકે તેના ઓમિક્રોન રિપોર્ટ પણ નેગેટિવ જ આવ્યાં હતા.
દોઢ મહિનામાં 1416 વિદેશથી આવ્યાં, 419 હાઈરીસ્ક દેશોમાંથી, 997 અન્ય દેશોમાંથી
નવેમ્બરના અંતથી એનઆરઆઈઓ આવવાની શરૂઆત થઈ જાય છે, જે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ આવતા રહે છે. નવસારી જિલ્લામાં આ સમય દરમિયાન (દોઢ મહિનામાં) 1416 જેટલા એનઆરઆઈ આવ્યાની જાણકારી છે. જેમાં ઓમિક્રોન હાઈરીસ્કમાં મૂકાયેલા દેશોમાંથી જ 419 તો આવ્યાં હતા. જેમાંથી 2 જણાંનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોનની ચકાસણી કરાઈ હતી, જે નેગેટિવ આવ્યા હતા. હાઈરીસ્ક સિવાયના દેશોમાંથી પણ 997 જણાં આવ્યાં છે, જોકે હજુ કોઈ કેસમાં ઓમિક્રોન હોવાનું સત્તાવાર રીતે ફલિત થયું નથી.
હાઈરીસ્ક દેશોમાંથી આવેલા 3 જણાનો રિપોર્ટ બાકી
ઓમિક્રોન માટે હાઈરીસ્ક ગણાયેલા દેશોમાંથી જિલ્લામાં આવેલા વધુ 3 જણાંના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાં ગણદેવી તાલુકાના 2 અને વિજલપોરનો 1 છે. આ ત્રણેયના સેમ્પલ ઓમિક્રોન વેરિયન્ટની ચકાસણી માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જોકે તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.