તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો વધતો કહેર:જિલ્લામાં શનિવારે કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો, કુલ 1600 કેસ

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દર્દી રિકવર થતા એક્ટિવ કેસ 14

નવસારી જિલ્લામાં શનિવારે કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો પણ એક જ દિવસે સારવાર લેતા 5 જણા રિકવર થતા એક્ટિવ કેસ ઘટીને 14 થઈ ગયા હતા. નવસારી જિલ્લામાં ગુરુવાર અને શુક્રવારે બે દિવસમાં કોવિડના 8 પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. શુક્રવારે કોરોનાની ચકાસણી અર્થે 552 સેમ્પલ લેવાયા હતા,જેમાંથી એક પણ ટેસ્ટનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો ન હતો. જેથી કુલ કેસની સંખ્યા 1600 જ રહી હતી.

શનિવારે જોકે હોમ આઇસોલેસનમાં કોરોનાની સારવાર લેતા 5 જણા એક જ દિવસે રિકવર થયા હતા, જેના કારણે જિલ્લામાં કોવિડના એક્ટિવ કેસ 19 થી ઘટી 14 થઈ ગયા હતા.કુલ રિકવર કેસોની સંખ્યા પણ વધીને 1484 થઈ ગઈ હતી.જે 14 એક્ટિવ કેસ હવે રહ્યા છે તેમાં 2 દર્દી નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે અન્ય 12 જણા હોમ આઇસોલેશનમાં છે.

તાલુકા પ્રમાણે નોંધાયેલા કેસ
નવસારી ગ્રામ્ય 236, નવસારી શહેર 330, જલાલપોર તાલુકો 137, વિજલપોર 154, ગણદેવી તાલુકો 212, બીલીમોરા 73, ચીખલી તાલુકો 261, ખેરગામ તાલુકો 61, વાંસદા તાલુકો 136

અન્ય સમાચારો પણ છે...