સંક્રમણ ઘટ્યું:જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો રિકવર રેટ 97.27 ટકા થઇ ગયો

જિલ્લામાં કોરોનાના 2 કેસ રવિવારે નોંધાયા હતા, ત્યારબાદ સોમવારે અને મંગળવારે કેસ બહાર આવ્યા ન હતા અને બુધવારે સતત ત્રીજા દિવસે પણ કોઈ કેસ સરકારી ચોપડે નોંધાયો ન હતો. જેથી કુલ કેસોની સંખ્યા 7190 જ રહી હતી. કોરોનાની સારવાર લઈ રહેલ કુલ 6 દર્દીમાંથી 2 દર્દી બુધવારે રિકવર પણ થયા હતા. જેથી એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી 4 જ રહી ગઈ હતી. સાથે રિકવર દર્દીઓની સંખ્યામાં 2 નો વધારો થઈ 6994 થયો છે.

હાલ જે 4 દર્દી છે તેમાં 3 દર્દી ચીખલી તાલુકાના અને 1 દર્દી જલાલપોર તાલુકાના હોય હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે. હાલ કોરોનાનો કોઈ દર્દી હોસ્પિટલમાં હોવાનું સરકારી ચોપડે નથી. કોરોનામાં ઘણા સમયથી દર્દીનું મૃત્યુ નોંધાયું નથી અને રિકવર રેટમાં વધારો થયો છે, હાલ રિકવર રેટ 97.27 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...