તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં શનિવારે પણ કોરોનાનો એકપણ કેસ નહીં, સતત બીજા દિવસે જિલ્લો કોરોનામુક્ત

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં શનિવારે પણ કોરોનાનો કેસ ન નોંધાતા જિલ્લો સતત બીજા દિવસે પણ કોરોનામુક્ત રહ્યો હતો. નવસારી જિલ્લામાં 19મીના રોજ કેસ નોંધાયા બાદ નવો કેસ નોંધાયો નથી. બીજું કે ઉક્ત 1 કેસ પણ શુક્રવારે રિકવર થતા જિલ્લો કોરોનાકાળમાં પ્રથમવાર કોરોનામુક્ત થયો હતો. શનિવારે પણ કોઈ નવો કેસ સરકારી ચોપડે નોંધાયો ન હતો, જેને લઈને જિલ્લો સતત બીજા દિવસે પણ કોરોનમુક્ત જ રહ્યો હતો. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 7183, કુલ રિકવર સંખ્યા 6991 અને કુલ મૃત્યુઆંક 192 જ રહ્યો હતો.

મ્યુકર પણ કાબૂમાં
જિલ્લામાં કોરોનાની બીજી લહેર બાદ અનેક લોકોને મ્યુકરમાઇકોસીસ રોગ પણ થયો હતો,જેને પણ મહામારી જાહેર કરાઈ હતી. મ્યુકરનો છેલ્લો કેસ 16 જુલાઈના રોજ નોંધાયો હતો ત્યારબાદ કેસ નોંધાયો નથી અને કુલ કેસોની સંખ્યા 35 જ રહી છે. મ્યુકરનો કુલ મૃત્યુઆંક પણ 10 જ રહ્યો છે. આમ હવે મ્યુકરમાઇકોસિસ કાબુમાં આવી ગયો છે એમ કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...