કોરોના અપડેટ:જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા વેક્સિન સેન્ટર બંધ, 1342 સેમ્પલ લેવાયા

નવસારીમાં કોરોના કેસોની સંખ્યા નહીંવત થઇ ગઇ છે. કોરોનાના કેસોની વાત કરીએ તો નવસારીમાં આજરોજ 1342 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. અત્યાર સુધી જિલ્લામાં કુલ 3,40,845 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 3,32,322 ટેસ્ટ નેગેટીવ અને 7,181 લોકો પોઝીટીવ આવ્યા છે.

આ દરમિયાન 6986 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 192 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો જિલ્લામાં કુલ 3 એક્ટિવ કેસ છે. જિલ્લામાં વેક્સિનની વાત કરીએ તો ધીમે ધીમે હવે વેક્સિન લોકોને જરૂરીયાત પ્રમાણે મળી રહી છે, પરંતુ ઘણી જગ્યાએ વેક્સિન ન આવતા વેક્સિનેશન સેન્ટરની બહાર બોર્ડ લગાવીને જાણ કરવામાં આવે છે.

આ સાથે જ વેક્સિન સેન્ટ પર કોઇ અગમ્ય ઘટના ન બને અને લોકો સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક સાથે વેક્સિન લેવા આવે તેની વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત પણ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં હવે એક પછી એક સેન્ટરો બંધ કરાઇ રહ્યા છે. જેને લઇ કેટલીક જગ્યાએ બૂમરાણ પણ ઉઠી છે. લોકો વેક્સિનેશન માટે તલપાપડ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...