કોરોના અપડેટ:સતત 5માં દિવસે કોરોનાનો એકપણ કેસ નહીં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં શુક્રવારે સતત 5માં દિવસે કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસ 7190 જ રહ્યા હતા. જોકે કોરોનાની સારવાર લેતો 1 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા વધી 6995 થઈ હતી. એક્ટિવ કેસ 1 ઘટી હવે ત્રણ જ રહ્યા હતા.

આ તમામ એક્ટિવ કેસ ચીખલી તાલુકાના છે. જે તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાના કોઈ મૃત્યુ પણ નોંધાયું નથી અને કુલ મૃત્યુઆંક 192 જ રહ્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 5થી 12 સપ્ટેમ્બર દરમિયાન નવા 7 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...