તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ઉત્તર ભારતમાં હિમવર્ષાથી થર્ટી ફર્સ્ટ સુધી ઠંડીનું પ્રમાણ વધશે, છેલ્લા 3 દિવસમાં બે ડિગ્રીનો વધારો એક ડિગ્રી ઘટાડો

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નવસારીમાં તાપમાનમાં છેલ્લા બે દિવસમાં ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળ્યો, જ્યારે બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે પવનની ગતિ પ્રતિ કલાકે 6.8 કિમી રહેવા પામી હતી. જ્યારે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું. હાલમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં પડી રહેલી હિમવર્ષાને કારણે ઠંડા પવનોને કારણે વર્ષના છેલ્લા સપ્તાહમાં ઠડીનું જોર વધશે તેવું કૃષિ હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું.

નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી મળતી માહિતી મુજબ મહતમ તાપમાન 31.5 અને લઘુતમ તાપમાન 14.2 લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 98 ટકા રહ્યું હતું. બપોરે તેમાં ઘટાડો થતા 68 ટકા નોંધાયું હતું. પવનની દિશા બદલાઈ જતા ગતિમાં પણ વધારો થતા પ્રતિ કલાકે પવનની ગતિ 6.8 થઈ હતી.

ઉતર અને પૂર્વ વિભાગમાં પડી રહેલી હિમવર્ષાને કારણે ઠંડા પવનોની દક્ષિણ ગુજરાતમાં પણ અસર જોવા મળી હતી. જેમાં તા.22 ડિસેમ્બરનાં રોજ લઘુત્તમ તાપમાન અને 10.0 ડિગ્રી અને 23 ડિસેમ્બરનાં રોજ 9.4 ડિગ્રી મોસમનો ઠંડો દિવસ રહેવા પામ્યું હતું. વર્ષનાં અંતે પણ કોલ્ડ વેવને કારણે ઠંડીની અસર જોવા મળશે.

એક સરખી ઠંડી પડશે તો શિયાળુ પાકને ફાયદો
છેલ્લા એક સપ્તાહમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં પડી રહેલ હિમવર્ષાને લીધે ઠંડા પવનોને કારણે તેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ પડશે. જોકે પવનની ગતિ વધતા ઠડીનું જોર વધશે. નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પવન વધતા ઠંડીનું પ્રમાણ પણ વધુ નોધાયું છે. ઠંડીની મોસમ એક સરખી રહે તો શિયાળુ પાકની ઉપજ ઉપર સારી અસર કરશે. - ડો. પ્રવીણસિંહ કે. પરમાર, કૃષિ હવામાન શાસ્ત્રી, NAU

તારીખમહત્તમલઘુત્તમપવન પ્રતિ કલાકે
તા.27 ડિસેમ્બર31.5 ડિગ્રી14.2 ડિગ્રી6.8 કિમી
તા.26 ડિસેમ્બર૩૩.7 ડિગ્રી15.5 ડિગ્રી4.2 કિમી
તા.25 ડિસેમ્બર32.૩ ડિગ્રી13.0 ડિગ્રી5.7 કિમી
તા.24 ડિસેમ્બર૩૦.2 ડિગ્રી11.1 ડિગ્રી6.8 કિમી
તા.2૩ ડિસેમ્બર31.૩ ડિગ્રી9.4 ડિગ્રી2.5 કિમી
તા.22 ડિસેમ્બર31.0 ડીગ્રી10.0 ડીગ્રી૩.8 કિમી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો