તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની પોલ ખુલી:નવસારીમાં સામાન્ય વરસાદી ઝાપટામાં રસ્તાઓ પર ભૂવા પડ્યા, રેસીડેન્સી પાસે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં આક્રોશ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડના પુરાણ બાબતે ચીલાચાલુ કામગીરી કરતા હાલાકી

નવસારી શહેરમાં વરસાદી સિઝનમાં ભૂવો પડવો એ કોઈ નવાઈની વાત નથી. દર વર્ષે આશરે પંદર જેટલા ભૂવાઓ વિવિધ વિસ્તારોમાં વરસાદી સિઝનમાં પડતા હોય છે. પણ આ મામલે પાલિકા ન તો કોઈ દરકાર કરે છે. ન તો કોઈ બોધપાઠ લઈને આગામી વર્ષે ભૂવા ન પડે તે માટેની કોઇ ચોકસાઇ પૂર્વકનું આયોજન કરે છે.

પણ આ ભૂવા પડવાને લઈને ભોગ સામાન્ય જનતા સાથે રસ્તા પર ચાલતા રાહદારીઓ બને છે.સામાન્ય વરસાદી ઝાપટાને કારણે રસ્તામાં ભૂવો પડ્યો

શહેરના જયશંકર પાર્ટી પ્લોટ પાસે આવેલા અને રાશિ રેસીડેન્સીને જોડતા મુખ્ય માર્ગ પર આજે સામાન્ય વરસાદી ઝાપટાને કારણે રસ્તામાં ભૂવો પડ્યો હતો. જેને લઇને વાહનચાલકો કઈ રીતે રસ્તા પરથી પસાર થાય તેની વિમાસણમાં મુકાયા હતા. સ્થાનિક રહેવાસી પ્રવીણ દેસાઇના જણાવ્યા મુજબ આઠ મહિના પહેલા આ રોડમાં ખોદાણ કરવામાં આવ્યું હતું. પણ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડના પુરાણ બાબતે ચીલાચાલુ કામગીરી કરતા હાલના સામાન્ય વરસાદી ઝાપટુ આવતા રોડમાં ભૂવો પડતા સ્થાનિક એપાર્ટમેન્ટના રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...