કાર્યવાહી:જમાલપોરમાં મંદિરના ચાલતા બાંધકામ ઉપર આખરે નૂડાનો સ્ટે

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરની જગ્યાને લઇ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ઉભો​​​​​​​ થયો છે

નવસારીના જમાલપોર વિસ્તારમાં બની રહેલ મંદિરના કામકાજ ઉપર નૂડાએ સ્ટે આપ્યો છે. નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સર્વોદય નગરમાં હાલ બની રહેલ મંદિરની જગ્યાનો વિવાદ ઉભો થયો છે. આ જગ્યા મુદ્દે સર્વોદય નગર સોસાયટી તથા ઉક્ત જગ્યાની પાછળ આવેલ જમીનના માલિક,સંચાલક વચ્ચે તકરાર ઉભી થઇ છે.

આખરે આ વિસ્તાર નૂડાના કાર્યક્ષેત્રમાં હોય નૂડાએ તપાસ શરૂ કરી હતી. તપાસ અંતર્ગત નૂડાએ સોસાયટીના હોદેદારોને એક પત્ર લખ્યો હતો. જેમાં મંદિરના બાંધકામની પરમિશન સહિતની કેટલીક જાણકારી પણ માગી હતી. વધુમાં જગ્યા હાલ વિવાદિત જ હોય નૂડાએ બુધવારે એક આદેશ પણ જારી કર્યો હતો,જેમાં સોસાયટીમાં જે રાધાકૃષ્ણનું મંદિર બની રહ્યું છે તેના બાંધકામની કાર્યવાહી અટકાવવા (સ્ટે) જણાવ્યું છે. હાલ નૂડા ઓથોરિટી સર્વોદય નગરની ઉક્ત જગ્યાની કાયદેસર સ્થિતિ ચકાસી રહી છે.આગામી દિવસો દરમિયાન હિયરિંગ પણ થઈ શકે છે અને બાદમાં નૂડા નિર્ણય લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...