ચૂંટણી બહિષ્કારની ચીમકી:ટ્રેનનો સ્ટોપ નહીં તો વોટ નહીં, અમલસાડમાં લોકલ ટ્રેનનો સ્ટોપ આપવાની માગ સાથે 17 ગામમાં બેનરો લાગ્યા

નવસારી20 દિવસ પહેલા

ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કામદાર અને કર્મચારી,અધિકારીવર્ગ રોજગારી મેળવવા માટે ટ્રેન મારફતે અપડાઉન કરે છે. પરંતુ કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ માંડ શરૂ તો થઈ છે પણ પંરતુ નવસારી રેલવે સ્ટેશનને બાદ કરતાં અન્ય નાના સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન મળતા અનેક વખત ધારાસભ્ય,સાંસદ અને કલેકટરને આવેદન આપ્યા બાદ થાકેલા ગ્રામજનોએ વિરોધનો અહિંસક પણ અસરકારક નિર્ણય કર્યો છે. ચૂંટણી સમયે અમલસાડ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નક્કી કરીને ઘરે પોસ્ટર અને બેનર લગાવ્યા છે જેમાં લખ્યું છે કે કોઈપણ રાજકારણીએ મત માંગવા ગામમાં આવવું નહી.મહિલાઓએ પણ સૂત્રોચ્ચાર કરીને પુરુષોની વ્યથા ઠાલવી હતી.

ભારત દેશમાં લાઈફ લાઈન ગણાતી રેલવે અનેક લોકોને પોતાના ઘરથી નોકરી ધંધા સ્થળ સુધી નજીવા ખર્ચે પહોંચાડે છે. પરંતુ હજી સુધી ઘણી ટ્રેનો રાબેતા મુજબ શરૂ નથી કરવામાં આવી, જેને લઈને હવે ચૂંટણી સમયે અમલસાડ અને આસપાસમાં આવેલા 17 થી વધુ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચિંમકી ઉચ્ચારી છે અને ટ્રેન નહીં તો સ્ટોપ નહીં ના બેનરો પણ ઘરે અને ગામમાં લગાડવામાં આવ્યા છે. અમલસાડ-નવસારી વચ્ચે અંચેલી રેલવે સ્ટેશને ટ્રેન નહીં તો વોટ નહીં તેમજ ચૂંટણીનો બહિષ્કારના બેનરો લાગતા રાજકીય ગરમાટો આવી ગયો છે

અમલસાડ અને નવસારી સ્ટેશન વચ્ચે આવતા અંચેલી રેલવે સ્ટેશનેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ટ્રેન મારફત આવાગમન કરે છે,પરંતુ કોરોનાકાળમાં સવારે 8:05 કલાકે આવતી વિરારથી ભરૂચ જતી અને ભરૂચથી વિરાર જતી ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે અવારનવાર માંગણીઓ કરાતી રહી હોવા છતાં રેલવે વિભાગ કે વહીવટી તંત્ર તેને સંતોષવામાં અસમર્થ રહ્યું હતું.ટ્રેનના અભાવે મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન થતા હોય આખરે લોકોએ ટ્રેન નહીં તો વોટ નહીં તેમજ કોઇપણ પક્ષના હોય ચૂંટણી પ્રચાર કરવા આવશો નહીં અને અમારી માંગણી નહીં સંતોષાતા ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ ના લખાણવાળુ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...