મોસમ વિભાગ:નવસારી જિલ્લામાં બે દિવસ આગાહી છતાં વરસાદ નહિવત

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ છૂટાછવાયા હળવા વરસાદની આગાહી

8 અને 9મીએ છૂટોછવાયો હળવો વરસાદની આગાહી છતાં જિલ્લામાં લગભગ નહિવત વરસાદ પડ્યો હતો છતાં 10મી જૂને પણ આગાહી કરાઈ છે.

ભારતીય મોસમ વિભાગ, અમદાવાદ કેન્દ્રએ નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં 8 અને 9મી જૂને છૂટોછવાયો હળવો વરસાદ પડવાની આગાહી કરી હતી. જોકે આ બન્ને દિવસ જિલ્લામાં લગભગ નહિવત વરસાદ પડ્યો હતો. ખેરગામમાં ગુરૂવારે મળસ્કે છાંટણા જરૂર થયા હતા. બે દિવસ બાદ 10મી જૂનના રોજ પુન: જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ પડવાની જ આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 10મીએ વડાપ્રધાન મોદીનો ખુડવેલ અને નવસારી એમ બે જગ્યાએ કાર્યક્રમ હોય આગાહી પર નજર રાખવામાં આવી રહી છે. જોકે બે દિવસ આગાહી છતાં મોટાભાગે ઉઘાડ જ રહેતા અને આગાહી પણ છૂટાછવાયા હળવા વરસાદની જ હોય ચિંતા ઓછી થઈ ગઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ગુરૂવારે પણ બુધવારની જેમ જ બપોરે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી જ રહ્યું હતું અને સવારે લઘુત્તમ 27.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 85 ટકા અને બપોરે 59 ટકા રહેતા વાતાવરણમાં ઉકળાટ અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...