તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:ન. પ્રા. શાળાના ધો-1 થી 8ના 3850 છાત્રને અને જિલ્લામાં ધો.9-11ના 37000ને માસ પ્રમોશન

નવસારી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એકમ કસોટી અને હોમ લર્નિંગ અભ્યાસ મુજબ માસ પ્રમોશનમાં ગ્રેડ અપાયા
 • શાળાએ ન પહોંચેલા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા મારફતે પરિણામ પત્રકો અપાયા

નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 3850 છાત્રને માસ પ્રમોશન અપાતા છાત્રો અને વાલીઓમાં આનંદ છવાયો હતો. જ્યારે 3 મે થી 6 જૂન સુધી વેકેશન જાહેર થયું હોય શનિવારે તમામ છાત્રોને પરિણામ સોશિયલ મીડિયા અને રૂબરૂ આપવમાં આવ્યા હતા.

નવસારી શહેરમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 17 શાળાઓમાં ચાલુ વર્ષે 3850 છાત્ર અભ્યાસ કરતા હતા. જેમાં આ વર્ષે કોરોનાના કારણે ઓનલાઇન અને શાળાના શિક્ષકો છાત્રોના ઘરે જઈ શિક્ષણ આપતા હતાં. હાલમાં કેસો વધતા અને બીજું સત્ર પણ પૂરું થયું હોય સરકારે ધો.10 અને 12 સિવાયના દરેક ધોરણના છાત્રોને માસ પ્રમોશન આપવાનો આદેશ કર્યો હતો. જેમાં નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત 17 પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના 3850 છાત્રને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લઈ તેમના પરિણામ પત્રકો બનાવીને શનિવારે છાત્રોને અપાયા હતા. જેમાં રૂબરૂ ન આવી શકતા હોય તેમને સોશિયલ મીડિયા થકી જાણ કરાઇ હતી.

ખાનગી શાળાઓમાં ફી અંગેનો વિવાદ
જિલ્લામાં આવેલી ખાનગી શાળાઓ સેલ્ફ ફાયનાન્સ હોય તેમનો વહીવટી અને શાળાનો તમામ ખર્ચ આ વિદ્યાર્થીઓની ફીમાંથી જ થતો હોય છે. જેથી આ વર્ષે શાળામાં ઓફલાઇન શિક્ષણનો ગાળો ખૂબ ઓછો હતો અને વાલીઓ તેમના બાળકોને શાળામાં જવાની સંમતિ પણ આપી ન હોય જ્યારે વાલીઓ તેમના બાળકોના પરિણામપત્ર લેવા જશે ત્યારે આ શાળાઓ પહેલા ફી બાદ જ પરિણામ પત્ર આપશે તે બાબતે વિવાદ થવાની શકયતા છે.

આ રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું
માસ પ્રમોશનના નિર્ણયમાં પ્રથમ પરીક્ષાના 50 ગુણ અને આંતરિક મૂલ્યાંકન કસોટીના 20 ગુણને લઈને 100 માર્ક્સમાં રૂપાંતર કરી પરિણામ પત્રક બનાવાયા હતા. તેને આધારે ગ્રેડ કે ગુણ મુકી આગળના વર્ગમાં ચડાવવામાં આવ્યાની નોંધ મૂકવામાં આવી હતી.

ગેરહાજર રહેલા ધો.9-11ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે
નવસારી જિલ્લામાં ધોરણ 9 અને 11માં અંદાજે 37 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે, પરંતુ જે વિદ્યાર્થીઓ શાળામાં હાજર નહીં રહ્યા હોય કે પ્રથમ કસોટી કે આંતરિક મૂલ્યાંકન કસોટી આપી નહીં હોય તેવા છાત્રોની પુનઃ પરીક્ષા લેવાશે. આ બાબતે આચાર્યને કૃપા ગુણની જવાબદારી આપવામાં આવી છે. > રોહિતભાઈ દેસાઈ, આચાર્ય, નગરપાલિકા હાઈસ્કૂલ, નવસારી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો