• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • No Need To Go To The Market To Buy Modak Which Is Loved By Ganesha, Make It At Home, Know The Recipe For Making Chocolate Fuzz And Shahi Rose Modak

સ્વાદ એવો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય:ગણેશજીને પ્રિય એવા મોદક ખરીદવા બજારમાં ન જઈ ઘરે જ બનાવો, જાણો ચોકલેટ ફઝ અને શાહી રોઝ મોદક બનાવવાની રેસિપી

નવસારીએક મહિનો પહેલા
  • ચોકલેટ ફઝ મોદકમાં ન્યુટેલાનું ફિલિંગ આપવામાં આવ્યું છે, જે બાળકોને ખૂબ જ ભાવશે

ગણેશોત્સવ હાલમાં શરૂ થયો છે, જેમાં દુંદાળા દેવ ગણપતિને અતિપ્રિય મોદકનો પ્રસાદ ગણેશમંડળો દ્વારા અચૂક ધરાવવામાં આવે છે. દરેક ઉત્સવમાં અવનવી મીઠાઈ અને પ્રસાદનો ટ્રેન્ડ બદલાતો હોય છે. ત્યારે નવસારીમાં રહેતા હોબી બેકર ભાવિશા ટેલર દ્વારા ટેસ્ટમાં બેસ્ટ અને ઇન્સ્ટન્ટ બનતા મોદકની અવનવી વેરાઈટી લોકો સમક્ષ મૂકી છે.

ચોકલેટ ફઝ મોદક
સૌપ્રથમ વાત કરીએ ચોકલેટ ફઝ મોદકની કે, જેમાં ઓરિયો બિસ્કિટ્સના મિક્સર સાથે આ મોદક સર્વ કરવામાં આવે છે. એમાં જરૂરી સામગ્રીની વાત કરીએ તો ઓરિયો બિસ્કિટ, મોટો પેક અથવા 3 નાના પેકેટ, કન્ડેન્સ્ડ દૂધ, 1/4 કપ, દૂધ જરૂરિયાત મુજબ, 2 ચમચી ન્યુટેલા ચોકલેટ, હવે આ વસ્તુને મિક્ષ કરીને થોડો સમય રહેવા દઈ એને મોદકના સંચામાં અડધું ફિલ કર્યા બાદ ચોકલેટ ન્યુટેલ વચ્ચે ભરવું, ફરીવાર મિશ્રણને ભરીને મોદકને બહાર કાઢીને જરૂરિયાત મુજબ ફ્રિજમાં મૂકી શકાય અથવા થોડા સમય બાદ આરોગી શકાય. આ મોદક સૌથી વધારે બાળકોને ગમશે, કારણ કે મોદકની અંદર ચોકલેટ ન્યુટેલાનું ફિલિંગ છે, જેથી મોદકને વચ્ચેથી તોડતાં એમાં યોમી ચોકલેટનો ટેસ્ટ જોવા મળશે. આ મોદક 15 મીનિટથી ઓછા સમયમાં બની શકે છે.

શાહી રોઝ મોદક
જે ગણેશ ભક્તોને રોઝ ફ્લેવર મોદક ગણેશજીને ધરાવવા હોય અને મોદક આરોગવા હોય તો એની સામગ્રી આ પ્રમાણે છે. કન્ડેન્સ્ડ મિલ્ક 1/3 કપ, રોઝ સીરપ 1/8 કપ, રોઝ એસેન્સ બે ડ્રોપ્સ, રોઝનાં સૂકાં પાંદડાં, કાજુ અથવા પિસ્તાંના છીણેલા ટુકડાઓ જરૂરિયાત મુજબ નાખવા.

રોઝ મોદક બનાવવાની રીત
ગેસ પર પેનને ગરમ કરીને એના પર દૂધ નાખી રોઝ સીરપ નાખવું. ત્યાર બાદ થોડો સમય મિશ્રણ હલાવી એમાં છીણેલું નાળિયેરનું મિશ્રણ મિક્સ કરવાનું હોય છે. મિશ્રણ બરાબર ધીમા તાપે મિક્સ કર્યા બાદ એમાં રોઝ એસેન્સના બે ટીપાં નાખ્યા બાદ ગુલાબની સુકાયેલી પાંદડીઓ નાખી શકાય અને જરૂરિયાત મુજબ કાજુ અથવા પિસ્તાં મિક્સ કરીને મિશ્રણને થોડા સમય માટે ઠંડું કરી મોદકના સંચામાં ફીલ કરી સર્વ કરી શકાય છે.

ઓછી મહેનતે ટેસ્ટી મોદક
દુંદાળા દેવ ગણપતિને અતિપ્રિય મોદકનો પ્રસાદ ગણેશભક્તો સહિત નાનાં બાળકો, વડીલ સૌને ભાવે છે. સૌથી મજાની વાત એ છે કે આ મોદક બનાવવામાં વધુ સામગ્રીનો ઉપયોગ થતો નથી અને ઓછી મહેનતે ટ્રેન્ડી અને ટેસ્ટી મોદક બનાવી શકાય છે.

આ મોદક તમામ લોકોને ચોક્કસ ગમશેઃ ભાવીશા ટેલર
હોબી બેકર ભાવીશા ટેલરના જણાવ્યા મુજબ, ગણપતિને મોદક અતિપ્રિય છે. ત્યારે આપણે ટ્રેડિશનલ મોદકથી હટકે કંઈક નવું કરી શકીએ. આ મોદક તમામ લોકોને ચોક્કસ ભાવશે,. ચોકલેટ ફઝ મોદકમાં ન્યુટેલાનું ફીલિંગ આપવામાં આવ્યું છે, જે બાળકોને ખૂબ જ ભાવશે. તો સાથે જ શાહી ગુલાબ મોદક મોટેરાઓ માટે પણ ફેવરેટ બની રહેશે. આ બધી રેસીપી ઇન્સ્ટન્ટ છે, જો નાનાં બાળકો બનાવવા માગતા હોય તો તેઓ પણ આ મોદક આસાનીથી બનાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...