નવસારી જિલ્લામાં સવારે ધો. -10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું. જે હોંશિયાર છાત્રો માટે સારું ગયું હોવાની માહિતી સાંપડી છે. જ્યારે 2762માંથી 10 છાત્ર જ ગેરહાજર રહેતા 2752 છાત્રએ પરીક્ષા આપી હતી. સવારે ધો. -12 નું ઇતિહાસનું પેપર થોડું લાબું પણ સરળ નીકળતા છાત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.
જેમાં નોંધાયેલ 893 પૈકી 877 છાત્રએ પરીક્ષા આપી હતી અને 16 છાત્રો ગેરહાજર રહ્યાં હતા. બપોર બાદ ધો. -12માં કોમર્સમાં આંકડાશાસ્ત્રના પેપરમાં દાખલા સરળ નીકળ્યા હતા. આ પરીક્ષા 4129 છાત્રએ આપી હતી, 27 છાત્ર ગેરહાજર રહ્યા હતા. વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાનના પેપરમાં એકાદ બે સેક્શનમાં છાત્રોએ મુંઝવણ અનુભવી પણ એકંદરે પેપર સરળ નીકળ્યાનું છાત્રોએ જણાવ્યું હતું.
સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર સરળ રહ્યું
આજનું ધોરણ 10નું ગણિત-સ્ટાન્ડર્ડનું પ્રશ્નપત્ર એકંદરે વિદ્યાર્થીઓ માટે સરળ હતું. પાઠ્યપુસ્તકનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અપેક્ષા મુજબનું લાગ્યું છે. પ્રશ્નપત્ર સમય સર લખી શકાય તેવું રહ્યું છે. લગભગ ઘણાભાગે વિદ્યાર્થીઓ આનંદીત જોવા મળ્યા છે. >રાજેન્દ્રકુમાર ધોળકિયા, શિક્ષક.
વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી થઇ
રસાયણ વિજ્ઞાનના પેપરમાં પાર્ટ-એ એટલે કે MCQમાં મોટા ભાગના પ્રશ્નો NCERT પુસ્તક આધારિત પુછાયા હતા. બાકીના MCQ સરળ હતા. જ્યારે થિયરી વિભાગમાં કેટલાક પ્રશ્નો ન ધાર્યા હોય તેવા હતા જેથી સામાન્ય તથા મધ્યમ લેવના વિદ્યાર્થીઓને તકલીફ પડી હશે. સમગ્ર પેપર વિદ્યાર્થીઓના જ્ઞાન સમજ કૌશલ્ય અને ઉપયોજના હેતુઓની ચકાસણી કરે તેવું હતું.> વિજયસિંહ ચૌહાણ, શિક્ષક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.