તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી તાલુકાના છેવાડે આવેલા ગોપીવાડી કુંભાર ફળિયામાં સરપંચની કામગીરી બાબતે મંગળવારે ટીડીઓની હાજરીમાં અવિશ્વાસ દરખાસ્ત અંગે બેઠક મળી હતી. જેમાં સરપંચ વિરુદ્ધ 8 પૈકી 6 સભ્યે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. ત્યાર બાદ મહિલા સભ્ય પર અન્ય 4 મહિલાએ હુમલો કરતા દેકારો મચી ગયો હતો.
ગોપીવાડી કુંભાર ફળિયા ગામે હાલના યુવા સરપંચ વિરલ જીતુ પટેલ વિરુદ્ધ ગામ પંચાયતના સભ્યો દ્વારા કોઈ કામ મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત મંગળવારે ટીડીઓ ચંદ્રકાન્ત પરવારીયા અને તલાટી કલ્પના કટારીયાની ઉપસ્થિતિમાં 8 વિરૂદ્ધ 6 મતથી પસાર થઈ હતી. બાદમાં ગ્રામ પંચાયત સભ્ય રંજન હિતેશ પટેલ ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ગ્રા.પં.ની બહાર નીકળતા પન્ના હિમાંશુ નાયકા, નીતા સુરેશ નાયકા, હર્ષા નિલેશ નાયકા (રહે. મની ફળિયા ગોપીવાડી) અને સવિતા ભગુ નાયકા (રહે. ગામતળ ફળિયા, કુંભાર ફળિયા)એ કહ્યું કે તમે વિરલના તરફેણમાં કેમ રહેલા નથી ? તેમ કહી આવેશમાં આવી અને અપશબ્ધો ઉચ્ચારી હુમલો કર્યો હતો. જે અંગે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
મનસ્વી કારભાર મામલે 8 પૈકી 6 સભ્યનો વિરૂદ્ધમાં મત
ગોપીવાડી કુંભાર ફળિયા ગામે યુવા સરપંચ વિરલ પટેલ સારી કામગીરી બજાવી રહ્યા હતા આમ છતાં ગ્રા.પં.ના સભ્યોમાં ગણગણાટ ચાલતો હતો. તેમના મત મુજબ વિકાસના કામો બાબતે તેમના સલાહ સૂચનો ન ગણકારી મનસ્વી વર્તન કરતા હોય મંગળવારે અવિશ્વાસ દરખાસ્તમાં 8 પૈકી 6 સભ્યએ સરપંચ વિરલ પટેલની વિરૂદ્ધમાં મત આપ્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.