તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:20 દિવસ બાદ નવસારી જિલ્લામાં સોમવારે કેસ નહીં

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલ સુધી કુલ કેસ 7168 નોંધાયા છે
  • કોરોનાના એક્ટિવ કેસ ઘટી હવે 13 જ

છેલ્લા લગભગ એક મહિનાથી કોરોનાના કેસ જિલ્લામાં ખૂબ જ ઘટી ગયા છે. ગત જૂન મહિનામાં તો દિવસ દરમિયાન એક પણ કેસ નહી નોંધાયાનું પણ બન્યું હતું. છેલ્લે 22 જૂને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ એક થી ત્રણ કેસ બહાર આવતા રહ્યા છે.20 દિવસ બાદ આખરે સોમવારે પુનઃ કોરોનાનો કોઈ કેસ સરકારી ચોપડે નોંધાયો ન હતો.

642 ટેસ્ટમાં એકપણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. કુલ કેસની સંખ્યા 7167 જ રહી હતી. કોઈ દર્દીનું મૃત્યુ પણ નોંધાયું ન હતું. સોમવારે કોરોનાની સારવાર લેતા વધુ 2 દર્દી રિકવર પણ થયા હતા અને કુલ રિકવર સંખ્યા 6963 જ રહી હતી. એક્ટિવ કેસોની સંખ્યામાં વધુ ઘટાડો થઈ માત્ર 13 જ રહી હતી. જેમાં 7 જણા હોમ આઇસોલેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...