તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટ:નવસારી માટે બજેટમાં કોઈ જાહેરાત નહીં, સ્થાનિકોના મિશ્ર પ્રતિભાવ

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના બુધવારે જાહેર થયેલા બજેટમાં નવસારી જિલ્લા માટે કોઇ વિશેષ કે અલગ જોગવાઇ કરાઇ નથી. બુલેટ ટ્રેન માટે ફાળવાયેલી રકમથી કેસલી ગામે થોડા સમયમાં વિકાસ દેખાશે. તે સિવાય બજેટથી નવસારીને કોઇ ફાયદો નથી. તેવા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ મિશ્ર પ્રતિભાવો વ્યક્ત કર્યાં હતા.

આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે બજેટમાં ઓછું પ્રાવધાન
ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ પાછળ નજીવો વધારો કરી આ વર્ષે 764 કરોડ ખર્ચવા માટે જાહેરાત કરી છે નવી શિક્ષણ નિતી જીડીપીના 6 ટકા શિક્ષણ પાછળ ખર્ચવાની વાત હતી પરંતુ આ બજેટમાં 2.2 ટકા જ રકમ ખર્ચ કરવાની વાતો કરી છે. આરોગ્ય ક્ષેત્રે ગત વર્ષે 11225 કરોડ ખર્ચવાની વાતો થઈ જેમાં માત્ર 98 કરોડ વધારીને 11323 કરોડ કર્યા છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધા ઉભી થશે કે કેમ તે સવાલ છે. રોજગારી બાબતે 2 લાખ રોજગારી ઉભી કરાશે તેમ જણાવ્યું પણ હાલમાં બેરોજગારોની સખ્યાં 4.53 લાખ થઈ હોવાનું ચોપડે નોંધાયું છે તો બેકારી કેવી રીતે દૂર કરાશે. બુલેટ ટ્રેન પાછળ 1500 કરોડ ફાળવ્યા પણ પેટ્રોલ-ડીઝલના વેટમાં કોઈપણ જાતનો ઘટાડો ન કરવાથી લોકોને મોંઘવારીનો માર પડશે. - પ્રા. મહાદેવ દેસાઈ, પૂર્વ ઉપપ્રમુખ, સાઉથ ગુજરાત કોલેજ એન્ડ ટીચર એસો.

પાયાની રોજગારી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ
મધ્યમ વર્ગને કોઈ ફાયદો નથી. સરકાર વેરામાં રાહત આપતી નથી, આ વર્ષે પણ કોઇ રાહત આપી નથી. આ બજેટમાં ઉદ્યોગ ક્ષેત્રે કંઈ નવું નથી. નવસારીની વાત કરીએ તો લોકો નવસારીની બહાર નોકરી કરવા જાય છે, ઘરઆંગણે નોકરી માટે સરકારી ઉદ્યોગો માટે નવસારીને સરકારે કંઈ આપ્યું નથી. સરકાર યોજનાઓ સારી મૂકે છે પણ પાલન કરવામાં કે તેને અપગ્રેડ કરવા માટે કોઈ પગલાં લેતી નથી. આરોગ્ય ક્ષેત્રે નાણાં ફાળવાયા છે સારી વાત છે પણ કેટલા લોકો સરકારી હોસ્પિટલનો લાભ લેશે. આ માટે સરકારે જાગૃતિ લાવી જોઈએ. નવસારીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા બાબતે હજુ સરકારે કોઈ યોજના જાહેર કરી નથી કે પગલાં ભર્યા નથી. - પ્રા. પિયુષ મોદી, આસિ. પ્રોફેસર સીડી બરફીવાળા કોલેજ, સુરત, રહે નવસારી.

કોરોના કાળનું પેપરલેસ બજેટ આવકાર્ય
કોરોના કાળનું પેપરલેસ બજેટ નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યું હતું. જેમાં સૂક્ષ્મ સિંચાઈ, પ્રવાસનને વેગ આપવા રાજ્યમાં છ સ્થળોએ હેલિપેડ, રોજગારી માટે આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી, સુરતને મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ, ખેડૂત અને કૃષિ કલ્યાણ વેરામાં કોઈ પણ વધારા વગરનું બજેટ અને વર્ષ 2020-21થી ધારાસભ્યની ગ્રાન્ટ પુનઃ શરૂ થશે જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે આવકારદાયક છે. - ગૌતમ દેસાઇ, ટેક્સ એડવોકેટ, નવસારી

અન્ય સમાચારો પણ છે...