તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:નવસારીમાં નિરાલી કેન્સર હોસ્પિટલનું આવતીકાલે CMના હસ્તે લોકાર્પણ થશે

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 6 માળની આ હોસ્પિટલ 100 બેડની સુવિધાથી સજ્જ છે

નવસારી જિલ્લામાં અદ્યતન નિરાલી કેન્સર હોસ્પિટલની સેવા શરૂ થનાર છે. નવસારીમાં પહેલા કેન્સરની સારવાર માટે દર્દીઓએ મુંબઈ, અમદાવાદ કે ગોરજ (વાઘોડીયા) કેલાશ કેન્સર હોસ્પિટલમાં જવું પડતું હતું પરંતુ 3જી એપ્રિલે નવસારીમાં નિરાલી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે .

નવસારી જીઆઈડીસીની સામે નેશનલ હાઈવે નંબર 48ને અડીને અદ્યતન સ્પેશ્યાલિટી નિરાલી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન હોસ્પિટલનું સમગ્ર સંચાલન ટાટા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં કેન્સર સામેની લડાઈમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગોને સાથ સહકાર આપવાનાં ઉમદા ઉદ્દેશ્ય સાથે લાર્સન એન્ડ ટુબ્રોના ગ્રુપ ચેરમેન એ.એમ.નાયકની માર્ગદર્શિકા સાથે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવસારીમાં અદ્યતન સ્પેશ્યાલિટી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવસારીની કેન્સર હોસ્પિટલ ક્લિનિકલ પેથોલોજી, હાઇ એન્ડ લિનિયર એકસલરેટર, હિસ્ટોપેથોલોજી, બાયોકેમેસ્ટ્રી, યુએસજી, ડિજિટલ એકસરે અને મેમોગ્રાફીથી લઇને સિટી સીમ્યુલેટર્સ, બ્રેકીથેરપી ઓપીડી તેમ જ અદ્યતન ઓપરેશન થિયેટર સુધીની સેવા પ્રદાન કરવા સજ્જ છે. 6 માળની આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે.

આ ઉપરાંત આ હોસ્પિટલમાં રેડિયોથેરાપી, કીમોથેરાપી, પેટ સ્કેન અને કેન્સરના ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ બનશે. રેડિયો થેરાપીના બે મશીન જે એકદમ આધુનિક છે, જેમાં દર્દીને ઓછામાં ઓછી આડઅસર થશે અને બે મશીનને લઈને વધુ દર્દીને લાભ મળશે. ઉપરાંત ડાયાલિસિસની સુવિધા પણ હશે. અહી ડાયાલિસિસના 7 મશીન હોય જે પણ એક સિદ્ધિ ગણાશે. હવે રાહતદરે કેન્સરના રોગની સારવાર નવસારીના ઘરઆંગણે ઉપલબ્ધ થશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં 3જી એપ્રિલે બપોરે 2 વાગ્યે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો