તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી સજા:વિજલપુર શહેરમાં નાઈટ કરફ્યૂનો અમલ ન કરતાં વાહનચાલકોને વાહનને ધક્કો મરાવડાવીને પદયાત્રા કરાવી

નવસારી7 દિવસ પહેલા
 • બિનજરૂરી બહાર નીકળનારા લોકોને વાહન પરથી ઉતારીને તેમની બાઈકને ધક્કો મારી ચલાવાયા

કોરોનાની ચેન તોડવા માટે રાજ્ય સરકાર સહિત સ્થાનિક તંત્ર પણ ચિંતાતુર બની જાહેરનામા પ્રસિદ્ધ કરીને શહેરીજનોને ઘરથી બહાર ન નીકળવા માટે અપીલ કરી રહ્યું છે. તેવામાં કેટલાક બેદરકાર શહેરીજનો સરકારના જાહેરનામાની અમલવારી ન કરીને બેજવાબદાર શહેરીજન બનીને અવારનવાર નિયમો તોડતા હોય છે. ત્યારે વિજલપુર શહેરમાં રાત્રિના 8 વાગ્યા બાદ લાગુ થતા કરફ્યૂમાં બહાર નીકળનારા વાહનચાલકોને તેમને વાહન પરથી ઉતારીને ચલાવ્યા હતા. જેથી તેઓ બોધપાઠ લે અને બીજી વખત બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે.

પોલીસની કામગીરીથી શહેરમાં ફફડાટ

પોલીસ અવારનવાર જાહેરનામાની અમલવારી ન થતા દંડાત્મક કાર્યવાહી કરે છે. અને અપીલ કરવાના પરિણામ ન મળતા હવે પોલીસ વિભાગ દંડાત્મક કાર્યવાહી કરવાના મૂડમાં આવી છે. તેમ છતાં પણ કેટલાક બેજવાબદાર લોકો ઘરની બહાર આવીને નિયમો તોડે છે. તેવામાં પોલીસ અધિકારીઓ પણ આવા બેજવાબદાર લોકોને બોધપાઠ મળે તે માટે અવનવી સજા કરે છે.

જાહેરનામાની અમલવારી ન થતા દંડાત્મક કાર્યવાહી

શહેરીજનો પણ આ મામલે સજાગ બનીને રાત્રી કરફ્યૂનું સખત પાલન થાય તેવા પ્રયત્નો કરે તે જરૂરી છે. પોલીસે શ્રુશુશા સર્કલ પાસે ભેગા થયેલા વાહનચાલકોને તેમના વાહનને ધક્કો મારીને ચલાવ્યા હતા. પસીનો છોડાવી દેતી આવી અનોખી સજા પામી બેફિકર અને બેદરકાર વાહનચાલકો બીજી વખત આવી ભૂલ ન કરીને કોરોનાની ચેન તોડવામાં મદદ રૂપ થાય તેવા ઉદ્દેશ સાથે સજા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો