હાથની મહેંદી હજુ સુકાઈ નથી, પતિ સાથે જોયેલા સપના હજુ સાચા થયા નથી અને એક એવી દર્દનાક દુર્ઘટના ઘટી કે જેમાં નવવધુનું જીવન એક ધડાકે ચૂર ચૂર થયું છે. આ ઘટના છે નવસારી જિલ્લામાં આવેલા મીંઢાબારી ગામની કે, જયાં 12 મે ના રોજ લતેશ અને સલમાના પ્રેમ થયા બાદ અરેંજ મેરેજ થયા હતા. ત્યારે 17મી મેના સવારે ગાવિત પરિવાર લગ્નમાં મળેલી ગિફ્ટ જોવા બેઠા હતા. આ દરમિયાન મનોવિકૃતિ ધરાવતો રાજુ પટેલ નામના વ્યક્તિએ આપેલા ટેડીબેરમાં ડિટોનેટર હોવાથી બ્લાસ્ટ થયો હતો. જેમાં લતેશ અને 3 વર્ષીય બાળકને ગભીર ઈજા થતા હાલ તેઓ સારવાર હેઠળ છે. પરંતુ લતેશની પત્ની સલમાએ હિમ્મત એકઠી કરીને પતિની બેસ્ટ ટ્રીટમેન્ટ થાય અને પોતે પતિની સેવાચાકરી કરવા સાથે પરિવારની પણ પુત્રની જેમ સાચવશે તેવો નિર્ધાર કર્યો છે.
તું મારી નહિ તો કોઈની નહી જેવી હલકી માનસિકતા ધરાવતો પ્રેમી રાજુ પટેલે પોતાની લીવ ઈન રહેતી પૂર્વ પ્રેમિકાને પતાવવા બ્લાસ્ટનો પ્લાન ઘડ્યો હતો. જોકે, આ પ્લાનમાં વરરાજો લતેશ ભોગ બન્યો હતો. આજે તેનું ઓપરેશન છે અને તે બ્લાસ્ટમાં ડેમેજ થયેલી આંખ ફરીવાર મેળવે તે માટે પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો છે. રાજુને સખતમાં સખત સજા થાય તે માટે રાજૂની પૂર્વ પ્રેમિકા પણ પોતાની નાની બહેન સલમા સાથે અડગ છે.
સુરતમાં બનેલા ગ્રીષ્મ કાંડ બાદ પણ આવા પ્રકારની ઘટનાઓ ઓછી થવાનું નામ લેતી નથી. હાલની ઘટનામાં 2 પ્રેમીઓના લડાઈમાં કોઈ બીજાની જિંદગી ઉજ્જડ બની છે ત્યારે હાલમાં ભારે હદય સાથે લતેશની પત્ની સલમાએ પરિવારને સંભાળવાની જવાબદારી ઉઠાવી પતિ લતેશને સારવાર અપાવી રહી છે, ત્યારે સમગ્ર ઘટનામાં આરોપી રાજુને જેલ થતાં તેની મૂળ પત્ની બેસહારા થવા સાથે કુલ 6 લોકોની જિંદગી બદલાઈ છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં મિંઢાબારી ગામે આજે મંગળવારે સવારે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી હતી.બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
લગ્ન ન કરી લીવીનમાં રહેતા ઝઘડો થતો હતો
રાજેશ અને જાગૃતિ વચ્ચે 2010થી પ્રેમસંબંધ હોય બન્ને લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા. જેના થકી તેમને 6 વર્ષની પુત્રી જેનાલી પણ છે. રાજેશના પહેલેથી પરિણીત હતો. જાગૃતિ રાજેશ સાથે લગ્ન કરી રહેવા માંગતી હતી આ બાબતે બન્ને વચ્ચે અવાર-નવાર બોલાચાલી-ઝઘડા થયા કરતા હતા. જાગૃતિ અને દીકરી જેનાલી સાથે પિતાના ઘરે ગંગપુર ગામે રહેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.