વિવાદ:દાંડીમાં કેબલના વાયર નાખવા બાબતે પડોશીઓ બાખડ્યાં

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મારી નાખવાની ધમકી, 1 ને ઇજા થઇ

જલાલપોર તાલુકાના દાંડી સ્વરાજ ફળિયામાં બે ઘરની વચ્ચે આવેલ વિવાદિત જમીનમાં કેબલ વાયર નાંખવા બાબતે પાડોશીઓ ઝઘડો થયો હતો. જેમાં બોલાચાલ બાદ એક પડોશીના ઘરમાં જઈ પતિ-પત્ની ઉપર હુમલો કરી એકને ઇજા કરતા તેઓએ પોલીસને જાણ કરતા જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

જલાલપોર તાલુકાના દાંડી ગામે આવેલ સ્વરાજ ફળિયામાં રહેતા ભરત ડાહ્યાભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમની ઘરની બાજુમાં વિવાદિત જમીન આવેલી છે. તેના ઉપર માલિકી હક બાબતે અગાઉ પણ ઝઘડો થયો હતો. જે જમીન ઉપર પડોશીઓ સ્નેહલભાઈ રમણ પટેલ તેના ભાઈ સેજલભાઈ, કપિલભાઈ કેબલ ડીશનો વાયર નાંખતા હોય તેમની પત્ની મમતાબેને આ કેબલ આ જમીનમાં નહીં નાંખો તેમ કહેતા બન્ને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

સ્નેહલભાઈ તેમના ભાઈ અને તેમની પત્ની વૈશાલીબેન મળી ચાર લોકોએ ભરતભાઈના ઘરે ઘૂસીને માર મારવા લાગ્યા હતા. જેમાં સ્નેહલભાઈએ તેમના ભાઈ સાથે મળી ભરતભાઈને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. તેમની પત્ની મમતાબેનને વૈશાલીબેને વાળ પકડી માર માર્યો હતો અને મારા માર્યા બાદ આજે અમારા સગામાં મરણ પ્રસંગ છે એટલે બચી ગયા હવે આવીશું તો મારી નાખીશું તેમ કહી જતા રહેતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...