તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક નવી પહેલ:NCCના કેડેટ્સે સૈનિકોને 1115 ગ્રીટીંગ્સ મોકલ્યા

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના એનસીસી બટાલિયનના કર્નલના પ્રયાસોથી એક નવી પહેલ

નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં એનસીસીમાં તાલીમ લેતા કેડેટો દ્વારા તૈયાર કરાયેલા ગ્રીટીંગ્સ કાર્ડને કુરિયર દ્વારા મોકલાશે. જેમાં ગુજરાતભરમાંથી કુલ 25 હજાર જેટલા કાર્ડ લખીને જવાનોને મોકલાનાર છે. જવાનોના દેશપ્રેમ અને સેવાની કદર કરવાનો આ નવતર અભિગમ છે.

વડોદરા એનસીસી બટાલિયનના મેજર જનરલ અરવિંદ કપૂર, બ્રિગેડિયર ડી.એસ. રાવતના અને નવસારીના 20 ગુજરાત એન.સી.સી. બટાલિયનના કર્નલ નાગેન્દ્ર પીલેના પ્રયાસોથી એક નવી પહેલ કરાઇ છે. આ પહેલ અંતર્ગત કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં કોરોના સંકટ દરમિયાન એનસીસીએ સંપૂર્ણ ભારતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા એનસીસીના કેડેટ્સ દ્વારા આભાર વ્યકત કરતાં 1115 કાર્ડ બનાવાયા છે. કેડેટસ દ્વારા સૈનિકો માટે ગ્રીટીંગ્સ કાર્ડ તૈયાર કરાયા છે.

કારગિલ વિજય દિવસ-2021ની ઉજવણી કરવા માટે એક મે સો કે લીએ યોજના હેઠળ 20-ગુજરાત બટાલિયન એનસીસી નવસારીના કેડેટ્સ દ્વારા 1115 આભાર વ્યકત કરતાં ગ્રીટીંગ્સ કાર્ડ બનાવાયા છે. આ પહેલમાં પાંચ તબક્કા હેઠળ કેડેટ્સ દ્વારા કોવિડ કાળમાં સમાજમાં જાગૃતિ ફેલાવાઇ હતી. કર્નલ નાગેન્દ્ર પીલે આપેલી માહિતી મુજબ, આ તબક્કામાં કેડેટ્સ દ્વારા તેમના સગા-સંબંધી, વૃદ્ધો તથા ભૂતપૂર્વ સૈનિકોને કોરોના પ્રોટોકોલ વિશે માહિતી આપી જાગૃત કરી તેમનું મનોબળ વધારવા સાથે આરોગ્ય કાર્યકરોનો સંપર્ક કરી તેમનો આભાર વ્યકત કર્યો હતો.

25 હજાર કાર્ડ મોકલાશે
સંપૂર્ણ ગુજરાતમાંથી 25 હજાર જેટલા આભાર કાર્ડ એકઠા કરી 17મી જુલાઈએ રાજ્યના મુખ્યંત્રી વિજય રૂપાણીને મોકલાશે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કુરિયરથી ઉધમપુર મોકલાશે. આ કાર્ડ્સ કુરિયર દ્વારા 26 જુલાઇ સુધીમાં લદાખ સેક્ટરમાં સૈનિકો સુધી પહોંચાડાશે.

અન્ય સમાચારો પણ છે...