ગૌરવ:સુરતમાં યોજાયેલ નેશનલ પાવર લિફટીંગ ચેમ્પિયનશીપમાં નવસારીના યુવા વકીલ પ્રથમ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડ લિફટ અને બેન્ચ પ્રેસ બે ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મળી 2 મેડલ જીત્યાં

નવસારીના યુવા એડવોકેટ સાકીર સેલોટ સુરતમાં યોજાયેલ નેશનલ પાવર લિફટીંગમાં 115 કિ.ગ્રા. વજન ગ્રુપમાં ગોલ્ડ ઉપરાત અન્ય ઈવેન્ટમાં સિલ્વર મળી 2 મેડલ જીત્યાં હતા. સુરતના કતારગામમાં નેશનલ સ્પોર્ટસ ફેડરેશન સંચાલિત નેશનલ પાવર લિફટીંગ ફેડરેશન અને નીતિ આયોગ દ્વારા ત્રિદિવસીય વેઈટ લિફટીંગ સ્પર્ધામાં યોજાઈ હતી. જેમાં 14 રાજ્યના 600થી વેઇટલિફ્ટરોએ અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નવસારીના યુવા એડવોકેટ સાકીર સેલોટે પણ ઓપન વિભાગમાં ભાગ લીધો હતો. તેણે 115 કિ.ગ્રા. વજન ગ્રુપના નેશનલ બેન્ચપ્રેસ સ્પર્ધામાં કુલ 240 કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે ડેડલિફ્ટમાં 182.5 કિગ્રા વજન ઉંચકીને સિલ્વર મેડલ વિજેતા બન્યા હતા. આમ સાકીર સેલોટે નેશનલ પાવર લિફટીંગમાં બે મેડલ મેળવ્યા હતા. નેશનલ પાવર લિફટીંગ ફેડરેશનના પ્રમુખ રવિ શર્મા, મંત્રી ધર્મેશ પટેલ અને ચેરમેન સની છેત્રી અને સુરત પોલીસ દ્વારા ત્રિદિવસીય આ નેશનલ પાવર લિફટીંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. ઇનામ વિતરણ સમારંભ નવસારીના સાંસદ સી.આર.પાટીલ, સુરત પોલીસ કમિશ્નર અજયસિંહ તોમર અને અન્ય સ્પોર્ટ્સ અગ્રણીઓની ઉપસ્થિતમાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...