તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:નવસારીની પરિણીતાને વડોદરાના સાસરીયાનો ત્રાસ

નવસારી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પતિ સહિતના સામે પોલીસ ફરિયાદ

નવસારીની પરિણીતાને લગ્ન બાદ પતિના મસાજ પાર્લરમાં કામ કરતી મહિલાઓ સાથે લગ્નેતર સંબંધ હોય તેની જાણ થતા ઝઘડો થયો હતો. પત્ની ગર્ભવતી હોવા છતાં શારીરિક-માનસિક ત્રાસ આપતા તેણીએ પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નવસારીના પૂર્વ વિભાગમાં રહેતી માનવી (નામ બદલ્યું છે)ના લગ્ન વડોદરામાં રહેતા જયેશ હીરા પટેલ (સુભાનપુરા, વડોદરા) સાથે વર્ષ- 2020માં થયા હતા. લગ્ન બાદ માનવી તેના પતિ જયેશ સાથે વડોદરા રહેવા આવી હતી. પતિ જયેશ મસાજ પાર્લરમાં કામ કરતા હોય તેમનો તેમની સાથે કામ કરતી બે યુવતી સાથે લગ્નેતર સબંધ હોવાનો વહેમ રાખીને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. પતિ-પત્ની વચ્ચે આ બાબતે વડોદરામાં ઝઘડો થતા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

બાદમાં પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાનું માનવીએ જાણ્યું હતું. માનવીના જેઠ અને જેઠાણી (બંને રહે.ગાંગર, મહીસાગર)ને જયેશના આડાસંબંધની જાણ હોવા છતાં તેને ન રોકી માનવીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં જયેશને મદદ કરતા હતા. માનવી ત્રણ માસની ગર્ભવતી હોવા છતાં ત્રાસ આપતા પિયર નવસારી આવી ગઈ હતી. માનવીએ મહિલા પોલીસ મથકે પતિ, જેઠ અને જેઠાણી વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.ટી પુરાણી તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો