મુંબઈમાં 15 વર્ષથી યોજાતી ગુજરાતી નાટકની સૌથી મોટી મનાતી સ્પર્ધામાં નવસારી છવાઈ ગયું હતું. એક બે નહીં 5 એવોર્ડ મળવા ઉપરાંત અનેકમાં નોમીનેટ પણ થયા હતા. મુંબઈમાં લગભગ 15 વર્ષથી ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા દ્વિઅંકી (મોટા નાટક) નાટકની સ્પર્ધા લગભગ 15 વર્ષથી મુંબઈમાં યોજાતી આવી છે. જેમાં માટે ગુજરાતના જ નહીં મુંબઈ સહિત અન્ય ક્ષેત્રના પણ જાણીતા નાટકો રજૂ થતા આવ્યા છે. ચાલુ સાલ પણ આ સ્પર્ધા યોજાઇ હતી અને તેમાં 45 જેટલા નાટકો રજૂ થયા હતા.
આ ખૂબ જ મહત્વની સ્પર્ધામાં અહીંના નવસારીના કલાકારોનું પણ નાટક ‘સત્યમ શિવમ સુન્દરમ' રજૂ થયું હતું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ તેના એવોર્ડની કે જાહેરાત થઈ હતી તેમાં મહત્વની કેટેગરીમાં નવસારી છવાઈ ગયું હતું.
જાહેર થયેલ એવોર્ડ મુજબ શ્રેષ્ઠ ડિરેક્ટર પ્રથમનું નવસારીના મૃદુલ વૈદ્ય, શ્રેષ્ઠ કલાકાર પુરુષ મૃદુલ વૈદ્ય, શ્રેષ્ઠ કલાકાર સ્ત્રી નવસારીની ખુશાલી ભટ્ટ, શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ મૃદુલ વૈદ્ય અને શ્રેષ્ઠ નાટકમાં દ્વિતીય ઈનામ પણ નવસારીના સત્યમ શિવમ સુંદરમને જ મળ્યું હતું. આ ઉપરાંત પણ સેટ,લાઈટ, કોસ્ચ્યુમ, સહ કલાકાર જેવી કેટેગરીમાં નવસારી નોમિનેટ પણ થયું હતું. સૌથી મોટી મનાતી નાટ્ય સ્પર્ધામાં નાના એવા નવસારીને અધધ મળેલા એવોર્ડ વિશેષ સિદ્ધિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.