તપાસ:IELTS પરીક્ષા કૌભાંડમાં નવસારીનું નામ પણ ઉછળ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાના દિવસે અન્ય છાત્રોને બેસાડ્યા હતા

ગત 28મી એપ્રિલના રોજ અમેરિકામાં કેનેડાથી બોટ મારફતે ગેરકાયદે જતા પ્રવાસીઓ ભરેલી બોટ ડૂબી જવાની તૈયારીમાં હતી ત્યારે અમેરિકન પોલીસે તમામને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા. જે પૂછપરછમાં તેઓને અંગ્રેજીમાં વાત કરતા જવાબ આપી શક્યા ન હતા અને તેઓએ આઇઇએલટીએસની પરીક્ષામાં ઉચો ગ્રેડ લાવ્યા હોવાનુ દસ્તાવેજમાં માલૂમ પડ્યું હતું. જેને લઇ અમેરિકન પોલીસે ભારત સરકારનો સંપર્ક કર્યો હતો અને ગુજરાત સરકારનો દિલ્હી એમ્બેસીએ સંપર્ક કરતા આ કૌભાંડ ખૂલ્યું હતું. જેમાં વિદેશ જવા માગતા ઉમેદવારોને આઇઇએલટીએસની પરીક્ષા પાસ કરી દેવાનું કૌભાંડ પકડાયું હતું.

જેમાં મહેસાણા એસઓજી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા નવસારીની ફન સિટી હોટલમાં આપી હોવાની માહિતી મળી હતી. મહેસાણા પોલીસ નવસારી આવીને ફન સિટી હોટલમાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું કે, વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે ડુપ્લીકેટ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી 6થી 8 બેન્ડ મેળવવામાં મદદ કરી હતી. વધુ પૂછપરછમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ સુપ્રિમ હોટલમાં પણ રોકાયા હતા. આ બાબતે મહેસાણા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...