જન્મદિન વિશેષ:નવસારીના હર્ષ રાજપૂતે મુંબઈમાં હિન્દી ટીવી સિરિયલોમાં કામ કરી અભિનયની દાદ મેળવી છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 જાન્યુઆરીએ જન્મેલ હર્ષે નવસારીમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું

5 જાન્યુઆરીએ ટેલિવિઝન સ્ટાર અને ફિલ્મોમાં પણ અભિનય કરનાર હર્ષ રાજપૂતનો જન્મદિન છે.હર્ષનું બાળપણ નવસારીમાં વિત્યું અને શાળાકીય શિક્ષણ પણ અહીં જ લીધું હતું. બાદમાં કોલેજનો અભ્યાસ મુંબઈની કોલેજમાં કર્યો હતો. તેના પિતા જયેશભાઇ રાજપૂત જણાવે છે કે તેને અભિનય કળા વારસામાં મળી છે અને બાળપણથી જ અભિનયનો હર્ષને શોખ હતો.

છેલ્લા અનેક વર્ષોથી મુંબઈના અભિનય જગતમાં સ્થાન મેળવ્યું છે, જે દરમિયાન અનેક હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે, સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં કલર ટીવી ઉપરની ‘પિશાચીની’ સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અનેક સિરિયલમાં હર્ષના અભિનયની વાહવાહ પણ થઇ છે.

આ સિરિયલોમાં અભિનય
ધરતી કા વીર યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ, ધરમવીર, હિટલર દીદી, ધ બડી પ્રોજેક્ટ, ક્રેઝી સ્ટુપીડ ઈશ્ક, સપને સુહાને લડકપન કે, યે હે આશિકી, જાંબાઝ સિંદબાદ, સાથ નિભાયે સાથિયે, નઝર, નાગિન એક નયે રંગમેં, અનકહી દાસ્તાન, પીશાચીની જેવી સિરિયલોમાં હર્ષે અભિનય આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...