ધરોહર ‘ઇતિહાસ’ બને તેવી શક્યતા:નવસારીનું ‘ગાંધી સ્મૃતિ ફાટક’ ક્યાંક વિસ્મૃતિ બનીને ન રહી જાય!

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવના નામે સરકારનો કરોડોનો ખર્ચ
  • 5 મે 1930ના રોજ ફ્રન્ટીયર મેલ રોકી તેમાં નવસારીથી લઈ ગયા

1930 માં ગાંધીજીએ દાંડીકૂચ કરીને અંગ્રેજો સામે સત્યાગ્રહ આંદોલન કરી આઝાદી માટેનું રણશિંગુ ફુક્યું એ પછી તેની જ્વાળા સમગ્ર દેશમાં ફરી વળી ને આખરે અંગ્રેજોએ દેશ છોડતા આઝાદી મળી.આપણી આઝાદીનો પાયો દાંડીમાં નંખાયો.ગાંધીજીની દાંડીકૂચ બાદ તેમની ધરપકડ કરાઇ.

અંગ્રેજોએ તેમને દાંડીથી પકડી 5 મી મે 1930ના રોજ ફ્રન્ટીયર મેલ ટ્રેન થોભાવી તેમાં નવસારીથી લઈ ગયા.જ્યાં તેમને ટ્રેનમા બેસાડાયા તે સ્થળનું નામ ગાંધીજીની યાદમાં “ગાંધી સ્મૃતિ ફાટક” રાખવામાં આવ્યું.તેમની યાદમાં બનાવાયેલા સ્મારકની હવે ઇતિહાસમા જ દફન થઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

હાલમાં જ તૈયાર કરાયેલા ફ્લાયઓવર નીચે આ ધરોહર હવે દબાઇ જતાં ઇતિહાસ જ બની રેહવાની શક્યતા છે.સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવના નામે કરોડો ખર્ચીને તાયફાઓ કરે છે પણ આ ધરોહરની જાણવળી કરવામાં રસ નથી એવું જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...