તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર કા ખાના:નવસારીની અનાવિલ બહેનોના ફરસાણની લંડન, અમેરિકા, કેનેડા અને સિંગાપોરમાં પણ બોલબાલા

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશમાં વસતા NRI દિવાળીમાં વતનના ફરસાણનો સ્વાદ માણશે

કોરોનાકાળમાં આર્થિકમંદીથી ઉભા થવા અને પગભર થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનીને આગળ વધવા લોકોને આહવાન કર્યું છે. જોકે આપણા નવસારીની અનાવિલ સમાજની બહેનો છેલ્લા 23 વર્ષથી આત્મનિર્ભર બની કામગીરી કરી છે. સમાજના એક સામાન્ય વિચારે આજે કેટલીય બહેનોનું જીવન અસામાન્ય બનાવી દીધુ છે. નવસારીમાં અનેક મહિલાઓને સારો આવકનો સ્ત્રોત ઉભો કરી પગભર થઈ ગઈ છે. અનાવિલ મહિલાઓને પણ પગભર થવા માટે નવસારી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ મદદગાર થયું છે.

નવસારીના કાલિયાવાડી ખાતે આવેલ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટે સમાજની વિધવા, આર્થિક રીતે નબળી બહેનોને રોજગારી મળે તે માટે ઘર કા ખાના નામે ખાણીપીણીનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. સમાજની બહેના દ્વારા બનાવવામાં આવતા નાસ્તાને ધ્યાને રાખીને સમાજના લોકોને ઘરના સ્વાદ જેવો જ સ્વાદ મળી રહે છે. દિવાળીના દિવસોમાં 18થી 20 બહેનો અને તેમની સાથે સહાયકમાં અન્ય બીજા લોકો મદદરૂપ થઇ લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે. બહેનો દ્વારા બનાવવામાં આવતા નાસ્તા વેચાણની ખાસ વાત એ છે કે, નાસ્તા વેચાણનો જે પણ નફો થાય છે તે સંપુર્ણ નફો ત્યા કાર્યરત બહેનોને ટ્રસ્ટ દ્વારા આપી દેવામાં આવે છે. ફરસાણ બનાવતી વખતે પુરતી સાવચેતી અને તકેદારી રાખવામાં આવે છે.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની બહેનોના હાથમાં જાણે કોઇ પ્રકારનો જાદુ હોય તેમ વર્ષેને વર્ષે તેમના ફરસાણની માંગ વધતી રહી છે. દેશની સાથે વિદેશોમાં પણ તેમના ફરસાણની બોલબાલા થઇ રહી છે. દેશના અગ્રગણ્ય રાજ્યો જેવા કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ચંદીગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ જેવામાં તો પોતાના હાથે બનાવેલા નાસ્તા બહેનો મોકલાવે છે, આ સાથે જ એમેરિકા, યુ.કે., કેનેડા અને સિંગાપોરમાં પણ નાસ્તાની નિકાસ કરે છે. આ સાથે જ જો કોઇ ભાઇ-બહેનોને માર્કેટિંગ કરી ડોર-ટુ-ડોર વેચાણ કરવું હોય તો તેમાં પણ ટ્રસ્ટ સહયોગી બનીને તેમને મદદરૂપ થાય છે. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ પર માત્ર તહેવારોમાં જ નહીં પરંતુ 365 દિવસ અનાવિલ બહેનોના હાથના બનેલા ફરસાણ મળી રહે છે. ટ્રસ્ટ દ્વારા બહેનોને પગભર થવા માટે દરેક પ્રકારે મદદરૂપ થવા કામગીરી કરવામાં આવે છે.

અનાવિલ સમાજની બહેનોને આર્થિક રીતે પગભર બનવા માટે છેલ્લા 23 વર્ષથી જે કામગીરી કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે. આવી બહેનો સમાજમાં અન્ય લોકો માટે ઉદાહરણ રૂપ છે. તેમની સાથે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ પણ તેમને પુરતો સહયોગ આપીને બહેનોને આગળ લાવવામાં સહાયક બની રહ્યો છે તે પણ વખાણવા લાયક છે.

કોરોનાને ધ્યાને રાખી કુરિયર સુવિધા ચાલુ કરી
કોરોનાકાળમાં નવસારી ખાતે જેઓ ફરસાણ લેવા માટે આવી શકતા નથી તેમના માટે પ્રથમ વખત પાર્સલ અને કુરિયર સુવિધા અમે આરંભિ છે. આ સુવિધાથી અમે દેશ-વિદેશ દરેક જગ્યાના ઓર્ડર પરીપુર્ણ કરવામાં સફળ થયા છે. અમેરિકા, યુ.કે., અને કેનેડા જેવા દેશોમાં અમે 365 દિવસ કુરિયર સર્વિસ શરૂ કરવાની પણ વિચારણા કરી રહ્યાં છે. - જગદીશભાઇ દેસાઇ, એડમિનિસ્ટ્રેટર, અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો