નારી પ્રતિભા:વિશ્વ રેકોર્ડ માટે પ્રયાસ કરનાર નવસારીની મહિલા ટીમ ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં ચમકી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 લેયરની માનવ સેન્ડવીચ સાથે 5 લેયર હ્યુમન સેન્ડવીચ બનાવી હતી

નવસારીના વિસ્પી કાસદ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ્સની મહિલાઓની ટીમ તાજેતરમાં વિશ્વ રેકોર્ડ માટે પ્રયાસ કર્યો હતો. હવે આ જ મહિલા ટીમને ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં જવાનું આમંત્રણ આપતા ખાનગી ટીવી ચેનલના હવે પછીના એપિસોડમાં ફિમેલ નેઇલ બેડ ટીમ ચમકશે.

નવસારીમાં માર્શલ આર્ટ્સ નવસારીની વિસ્પી કાસદ સ્કૂલની નમ્રતા પટેલ, બેરનાડેટ કોરિયા, ફાલ્ગુની પટેલ, રીટા દેસાઈ, ખ્યાલી કાચેલા, કૃપા અશ્વિનભાઈ કહાર, દિયા વાસણવાળા, ઇશાના વિસ્પી કાસદની ટીમે ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં ફીમેલ નેઇલ બેડ ટીમે 8 લેયરની માનવ સેન્ડવીચ સાથે 5 લેયર હ્યુમન સેન્ડવીચનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો સફળતાપૂર્વક પ્રયાસ કર્યો હતો. જેને ઉપસ્થિત નિર્ણાયકો શિલ્પા શેટ્ટી, બાદશાહ અને મનોજ સર દ્વારા India’s Got Talentના સેટ પર સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યું હતું. આ એપિસોડ ટૂંક સમયમાં ખાનગી ટીવી ચેનલ પર પ્રસારિત થશે.

નવસારીની Vksma ફીમેલ નેઇલ બેડ ટીમે 8 લેયરની માનવ સેન્ડવીચ સાથે 5 લેયર હ્યુમન સેન્ડવીચનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો સફળતાપૂર્વક કરતા તેમને નવસારીના શહેરીજનોએ અભિનંદન પાઠવ્યાં હતા. નવસારીના કરાટે વીર વિસ્પી કાસદની સ્કૂલમાં તાલીમ લેતા કરાટેકાઓ દ્વારા આગામી સમયમાં પણ રેકર્ડબ્રેક કરતી કૃતિઓ રજૂ કરવામાં આવશે તેવી પણ માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...