તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટમાંથી બેસ્ટ:કેરી આરોગી વધેલા ગોટલાનું મૂલ્યવર્ધન કરીને નવસારી મહિલા આત્મનિર્ભર બની, પ્રતિ કિલો રૂ. 400ના ભાવે વેચી કમાણી કરે છે

નવસારી3 મહિનો પહેલા
  • કૃષિ યુનિવર્સીટી દ્વારા અપાતી ટ્રેનિંગ દ્વારા કેરીના ગોટલામાંથી કર્યું મૂલ્યવર્ધન
  • આર્યા પ્રોજેકટ થકી વેબીનારમાં મહિલાઓ વેસ્ટમાંથી બેસ્ટ કરતા શીખી

આપણે કેરી ખાધા પછી તેની છાલ અને ગોટલીને ફેંકી દેતા હોઇએ છીએ, પરંતુ કેરીની ગોટલીને ફેંકી દેવાની જગ્યાએ જો મૂલ્યવર્ધિ‌ન કરી તેનો આર્થિક ફાયદો મેળવી શકાય છે. ત્યારે નવસારીનાં અબ્રામા ગામના બેલાબેન પટેલ કેરીમાંથી મૂલ્યવર્ધન કરી રસ, અથાણા, કેરીના ગોટલીનો મુખવાસ બનાવીને આત્મનિર્ભર બન્યા છે. કેરી ખાવી કોને ન ગમે, લોકો ઉનાળાની રાહ એટલે જ જોતા હોય છે કે તેમને કેરી ખાવા મળશે. પણ મોટાભાગના લોકો કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દેતા હોય છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં રહેતા પ્રગતિશીલ મહિલા ખેડૂત બેલાબેન પટેલ કેરીની ગોટલીનું મૂલ્યવર્ધન કરી ટેસ્ટી મુખવાસ બનાવે છે.

બેલાબેન પટેલે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઈન મૂલ્યવર્ધનની તાલીમમાં સમય અને માંગને અનુસાર કેરીની વિવિધ બનાવટો પર તાલીમ આપવામાં આવી હતી. મુખવાસ બનાવવા માટે કેસર કેરી અથવા હાફૂસ જેવી અનેક કેરીનો ઉપયોગ કરી મુખવાસ બનાવવામાં માહિતગાર કરવામાં આવ્યા હતા. કેરીની ગોટલી આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ત્યારે લોકો કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દેતા હોય છે. જ્યારે બેલાબેન પટેલ કેરીના ગોટલાને પ્રથમ તાપમાં સુકવી દે છે અને ગોટલીને મીઠાના પાણીમાં ગરમ કરીને ફરીવાર તાપમાં સુકવવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી ગોટલી કાઢવામાં આવે છે અને બાદ ગોટલીઓને છીણવા સાથે નાના ટુકડા કરવામાં આવે છે.

એક કડાઈમાં એક ચમચી બટર અથવા ઘી લઈને તેમાં કાપેલી ગોટલી એડ કરી ગેસની તાપમાન સ્લો રાખી ગોટલી શેકવવામાં આવે છે. આ સાથે વરિયારી, તલ અને સુવા મીક્ષ કરી ગોટલી માંથી વિવિધ પ્રકારના મુખવાસ બને છેઆ ઉપરાંત બેલાબેન પટેલ કાચી કેરીની વિવિધ બનાવટો જેવી આમચૂર, આંબોળીયા, મુરબ્બો, અથાણા તથા પાકી કેરીમાંથી પલ્પનું પ્રિઝર્વેશન, કેરીનું સરબત, સ્કવોશ, કેરીની ગોટલીનો મુખવાસ બનાવી કેરીના પાકમાં મૂલ્યવર્ધિ‌ત વસ્તુઓ બનાવીને અન્ય બહેનો નાના પાયા પર પ્રોસેસિંગ કરી આત્મનિર્ભર બન્યા છે. ત્યારે કેરીની ગોટલીનો મુખવાસ તરીકે કે અન્ય રીતે સેવન કરવામાં આવે તો વ્યક્તિના શરીરમાં વિટામીન બી-12 ઉણપ દૂર કરી શકાય છે. બેલાબેનના જણાવ્યા મુજબ ગોટલીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઘણી બીમારીમાંથી છૂટકારો મેળવી શકાય છે.

કેરીમાંથી નીકળતી ગોટલીમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, અને પ્રોટીન તે સિવાય 44થી 48 ટકા ફેટી એસિડ, એમિનો એસિડ, તેમજ અલગ અલગ મિનરલ્સ રહેલાં છે. ત્યારે અમે કેરીના ફળનો દરેક પ્રકારે ઉપયોગ કરીને આર્થિક કમાણી કરીએ છીએ. ગોટલીનો મુખવાસ કે પાવડર આરોગવાથી સ્થૂળતા દૂર કરવા, વજન ઓછુ કરવા અને કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં ઘણું ઉપયોગી થાય છે. આ પાવડર ખોરાક પાચન કરવામાં પણ ઉપયોગી છે.

અન્ય સમાચારો પણ છે...