તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતૃત્વ સાથે ફરજ:નવસારીની મહિલા પોતાના એક વર્ષના બાળકથી દુર રહી મેડિકલમાં નિભાવે છે ફરજ, યાદ આવતા વીડિયો કોલથી કરે છે વ્હાલ

નવસારી6 દિવસ પહેલા
 • 1 વર્ષના બાળકને મહિલા કર્મી માતા પાસે મૂકી નોકરી કરે છે
 • 108ની ફરજમાં સમયમાં મળતા માતા વીડિયો કોલથી બાળકને જોઈ સંતોષ માને છે

કોરોના કાળમાં દર્દીઓની સેવા કરવામાં મેડિકલ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ રાત દિવસ એક કરી કપરી પરિસ્થિતિમાં પરિવારથી દૂર વિકટ પરિસ્થિતિ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. કોરોના પેશન્ટ કોઈપણ સમયે ગંભીર પરિસ્થિતિમાં મુકાતા તેમને સારવાર અપાવવા માટે 108ના કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક એક્ટિવ હોય છે.

નવસારી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી હિનાબેન પટેલ પોતાના 1 વર્ષના બાળકને પરિવારને સોંપીને 12 કલાકથી વધુ ફરજ બજાવી રહ્યાં છે.દિકરાને સંક્રમણ ન લાગે તે માટે તેઓ સજાગ રહે છેસામાન્ય દિવસોને બાદ કરતાં 108 મદદ લેતા દર્દીઓ વધ્યા છે. ત્યારે તેઓ હાલમાં 12 કલાકથી વધુ અવિરત સેવા આપીને થાકતા નથી.

ત્યારે નવસારી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી હિનાબેન પટેલ પોતાના 1 વર્ષના બાળકને પરિવારને સોંપીને 12 કલાકથી વધુ ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે દિકરાની યાદ આવતા તેઓ મોબાઈલ ફોન દ્વારા વીડિયો કોલ કરીને પોતાના દિકરાને વ્હાલ કરે છે. 24 કલાક કોરોના પેશન્ટની આસપાસ રહેતા હિના પટેલ પોતાના દિકરાને સંક્રમણ ન લાગે તે માટે તેઓ સજાગ રહીને પોતાની પાસે આવવા દેતા નથી અને દૂરથી જોઈ ને સંતોષ માને છે.

હાલમાં બાળકને પોતાની માતાની હૂંફ અને હાજરીની જરૂર છે. ત્યારે માતા હિના પટેલ અને તેમની ટીમ હાલમાં ગંભીર દર્દીઓના જીવ બચાવીને મોતના મુખમાંથી બહાર લાવે છે.

ત્યારે ક્યારેક મળતી નવરાશમાં એક માતા પોતાના વહાલસોયા દિકરાને યાદ કરે છે.દિકરાને ગળે લગાડવાની ઈચ્છા કોરોનાએ અધૂરી રાખીએક માતાનું હૃદય પોતાના દીકરાને ગળે લગાવીને વ્હાલ કરવા માટે તરસી રહ્યું છે. ત્યારે જાનલેવા કોરોનાની કાળજી લઈ માતા હિના પટેલ પોતાના દિકરાને દુરથી જોઇને જ વ્હાલ કરે છે. ત્યારે દદરોજ દિકરાને પરિવારને સોંપીને ફરજ બજાવતી હિના પટેલની કામગીરી સરાહનીય રહેવા પામી છે.

કોઈપણ સમયે ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા દર્દીના પરિજનનો ફોન આવતાં તેઓ ત્યાં પહોંચી તેને સારવાર આપવા સુધી અવિરત સેવા બજાવી રહ્યાં છે. એક મહિલા હોવા છતાં કોઈપણ બાધા કે અડચણના સીમાડા ઓળંગી હીના પટેલ અન્ય મહિલાઓ માટે રોલ મોડેલ બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો