નવસારી જિલ્લામાં એસ.એસ. સી. ધો.10નું પરિણામ જાહેર થયું હતુ જેમાં ગત વર્ષની સરખામણીમાં 2 ટકા ઘટી 64.75 ટકા પરિણામ નોંધાયું હતું. જેમાં A1 ગ્રેડમાં 162 જેટલા છાત્રોએ બાજી મારી હતી. નવસારી એબી સ્કૂલના 72 જેટલા છાત્રો A1 ગ્રેડમાં આવ્યા હતા. જેમાં દ્રષ્ટિ પટેલ જિલ્લામાં 97 ટકા મેળવી પ્રથમ ક્રમે આવી હતી.ગુજરાત શૈક્ષણિક એજ્યુકેશન બોર્ડના એસ.એસ.સી બોર્ડનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. નવસારી જિલ્લામાં વર્ષ-2022માં 66.69 ટકા સામે આ વર્ષે 2 ટકા ઘટી 64.75 ટકા આવ્યું હતું.
ધો. 10ની પરીક્ષામાં 16132 છાત્રએ પરીક્ષા આપી હતી, જેમાં A1 ગ્રેડમાં 162, A2 માં 999, B1મા 1940, B2મા 2717 મળી 5686 છાત્ર પાસ થયા હતા જ્યારે 10466 છાત્ર નાપાસ જાહેર થયા હતા. આગામી માસમાં એક કે બે વિષયમાં નાપાસ થનાર છાત્રોની પરીક્ષા લેવાશે. આ વખતે 0 ટકાવાળી 2 શાળા અને 100 ટકાવાળી 3 શાળા નોંધાઈ હતી.જેમાં સરકારી આદર્શ નિવાસી શાળા ખંભલાવ અને બે ખાનગી શાળા બીલીમોરા ઇન્ટરનેશનલ અને નવસારી સર જે.જે. શાળાનો સમાવેશ થાય છે.
નવસારી જિલ્લામાં 26 કેન્દ્ર પૈકી સૌથી વધુ નવસારી કેન્દ્રનું 81 ટકા અને ખડસુપા કેન્દ્રનું સૌથી ઓછું 34.77 ટકા નોંધાયું હતું. નવસારી જિલ્લામાં ધો. 10નું પરિણામ ઓછું આવવા છતાં છાત્રોની ટકાવારીમાં વધારો થયો છે. મોટાભાગના છાત્રો ગણિત જેવા વિષયમાં નાપાસ જાહેર થયા હતા. આગામી માસમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા છાત્રોની પરીક્ષા લેવામાં આવશે.
30 ટકા થી ઓછું પરિણામ વાળી શાળા
શ્રેયસ હાઈસ્કૂલ, સાદકપોર, જી.આર વિદ્યામંદિર સાતેમ નવસારી, જીવન સાધના વિદ્યાલય ખૂંધ થાલા, નવજીવન માધ્યમિક શાળા, બહેજ, સર સી જે ન્યુ હાઈસ્કૂલ ગણદેવી, નગરપાલિકા હાઈસ્કૂલ નવસારી, ડી.ડી.પટેલ હાઈસ્કૂલ માંગરોળ જલાલપોર, વિવિધલક્ષી માધ્યમિક વિદ્યાલય નોગામા ચીખલી, બહેરા મૂંગાની શાળા માધ્યમિક વિભાગ ગાંધીઘર કછોલી, ગ. કી નાયક બધીર કન્યા વિદ્યાલય માધ્યમિક વિભાગ ગાંધીઘર કછોલીનો સમાવેશ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.