તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:બેટિંગ કરતાં બોલિંગમાં રસ ધરાવતી નવસારીની યુવતીની પસંદગી ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં થઇ

નવસારી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેબિકા પઢીયાર નવસારીની સ્પોટ એકેડમીમાં ત્રણ વર્ષથી લઇ રહી છે ક્રિકેટથી પ્રોફેશનલ તાલીમ
 • અનેક અડચણો પાર કરી યુવતીએ જિલ્લાનું નામ રોશન કર્યું

જીવનમાં કંઈક કરવાનો ધ્યેય હોવો જોઈએ અને તેને પૂરો કરવા ખંતથી મંડી પડીએ એટલે સફળતા ચોક્કસ મળે જ છે. આવું જ કંઈક નવસારીની રેબિકા પઢીયારએ કરી બતાવ્યું છે. થોડા વર્ષોની મહેનત અને લગનને કારણે ફક્ત 25 રન અને 4 વિકેટ મેળવીને ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર રેબિકા પઢીયાર નવસારીની પ્રથમ ખેલાડી બની છે. બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને રમતનો અભ્યાસ કરતી રેબિકા પઢીયારને કોલેજમાં રમત દરમિયાન ક્રિકેટ પ્રત્યે રૂચિ જાગી અને તેણે ક્રિકેટમાં કરિયર બનાવવાનું વિચાર્યું હતું. જેમાં તેને બેટિંગ કરતાં બોલિંગમાં રસ હોવાથી તેણે બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

રેબિકા પઢીયારની પસંદગી સ્ટેન્ડબાય ખેલાડી તરીકે થઇ રેબિકા પઢીયાર નવસારીની સ્પોટ એકેડમીમાં ત્રણ વર્ષથી ક્રિકેટથી પ્રોફેશનલ તાલીમ લઈ રહી છે. જેણે ગત દિવસોમાં અમદાવાદ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મહિલા ક્રિકેટરોને પસંદગી મેચમાં સાત ઓવરમાં 25 રન આપી ચારેય વિકેટ ઝડપી હતી. રેબિકાની પસંદગી મેચના ઉત્કૃષ્ટ દેખાવને ધ્યાને લઇ કરવામાં આવી છે. જોકે, હાલમાં રેબિકા પઢીયારની પસંદગી ક્રિકેટ ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે થઇ છે.

નવસારીના ક્રિકેટરોની સમસ્યાઈટાળવા સ્થિત સ્પોર્ટ્સ એકેડેમીના સંચાલક અને ક્રિકેટ કોચ કાંતિ પટેલે રેબિકા પઢિયારની ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થવાથી આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે નવસારીના ક્રિકેટરોની સમસ્યા જણાવી હતી કે, નવસારી ક્રિકેટ એસોસિયેશનનું બરોડા ક્રિકેટ એસોસિએશન કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સાથે એફિલિએશન નથી, જેના કારણે નવસારીના ક્રિકેટરોની ગુજરાતમાં ટીમમાં પસંદગી થતી નથી અને તેમણે અન્ય રાજ્યમાંથી રમાડવા પડે છે.

ગત વર્ષે નવસારીની પુજા પટેલ અરુણાચલ પ્રદેશની ટીમમાંથી રમી હતી. જ્યારે રેબિકાની પસંદગી તેના બનાસકાંઠામાં જન્મના પ્રમાણપત્રોને આધારે થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો