આવેદન:નવસારીના વોર્ડ નં. 11માં રાશન શોપ શરૂ કરવા માંગ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1500 પરિવાર અન્યત્ર રાશન લેવા જાય છે

નવસારીના દશેરાટેકરી વિસ્તાર ગરીબ આદિવાસી વિસ્તાર છે અને તેમાં આશરે 1500થી વધુ ગરીબ પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં ભાજપના પૂર્વ નગરસેવકની રાશન શોપ હતી, પણ તેમણે કોઈ અન્ય કારણસર બંધ કરી દેતા પરિવારોને રાશનની તકલીફ ન પડે તે માટે નજીકના વિસ્તારમાં આવેલ ત્રણ જેટલી રાશનની દુકાનો ફાળવી આપી હતી.

જેમાં હજુ સુધી નવી દુકાન કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન ફાળવાતા લોકો હજુ પણ રિક્ષા ભાડા ખર્ચીને દર માસે અનાજ લેવા જાય છે. જેને લઈને ટેકનીકલ ક્ષતિ કે કોઈવાર દુકાન બંધ હોય તેમને રાશન કરતા ભાડું મોઘું પડે છે. જેથી વિસ્તારમાં નવી રેશનીગ દુકાનનો પરવાનો આપવા માટે સ્થાનિકોએ હળપતિ સમાજના આગેવાન વિજય રાઠોડ, સોનલબેન, દિપાલીબેન, પ્રિયાબેન નાયકાએ અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

સકારાત્મક જવાબ મળ્યો
સર્વરની સમસ્યા કે કોઈવાર દુકાન બંધ હોય તો રાશન લેવા માટે ભાડું મોઘું પડે છે. જેથી સમય અને નાણાનો બચાવ થાય તે માટે સકારાત્મક જવાબ અમને મળ્યો છે. - વિજય રાઠોડ, અગ્રણી, નવસારી હળપતિ સમાજ

અન્ય સમાચારો પણ છે...