કૌભાંડ:નવસારીના ગ્રામ્ય મામલતદારનું લાંચ લીધી ન હોવાનું રટણ, રૂ.1.50 લાખની લાંચ માંગેલી

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનાં રહીશની માટીનાં ટ્રકની રોયલ્ટી હોવા છતાં તેમની ટ્રક નવસારી ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા જમા કરાવી હતી અને તેમને છોડાવવા રૂ.1.50 લાખની લાંચ માગી હતી જેમાં આનાકાની બાદ માટીના ટ્રકના માલિક દ્વારા 1.20 લાખ આપવા નક્કી કર્યા હતા જેમાં રૂ.20 હજાર તે સમયે લાંચ પેટે લીધા હતા અને ત્યાર બાદ રૂ.90 હજાર આપવાનું નક્કી કર્યું પણ ટ્રક માલિકે આપવાની નાં પાડી છતાં મામલતદારની ટીમ દ્વારા સતત નાણા આપવાની માંગ થતા ના છૂટકે નવસારી એસીબી પોલીસમાં જઈને પીઆઈ બી.જે.સરવૈયા અને તેમની ટીમે છટકું ગોઠવીને તા.26 મેં નાં રોજ મામલતદાર ગ્રામ્ય કચરીમાં રૂ.90 હજાર ની લાંચ લેતા ગ્રામ્ય મામલતદાર સહીત તેમની ચાર જણાની ટીમને રાગે હાથે ઝડપી પાડ્યા હતા.અને બે દિવસનાં રિમાન્ડ કોર્ટે મજુર કર્યા હતા.રિમાન્ડનાં પ્રથમ દિવસે મામલતદારની ટીમે અન્ય કોઈ પાસે લાંચ માંગી નથી તેમ તપાસ કર્તા પીઆઈ બીજે સરવૈયાએ જણાવ્યું હતું અને હજુ સુધી ભોગ બનનાર સામે આવ્યા નથી તેમ પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...