તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:નવસારી-વિજલપોર નગરપાલિકાનું 555 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પૂર્ણા નદી પર રિવરફ્રંટ બનાવવાનું આયોજન

નવસારી વિજલપોર નગરપાલિકાનું પ્રથમ બજેટ પાલિકા પ્રમુખ જીગીશ શાહે 555 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરતા તેને મંગળવારે મળેલ સામાન્ય સભાએ મંજૂરી આપી દીધી હતી. નવસારી-વિજલપોર નગર પાલિકાનું પ્રથમ બજેટ 2021-22ના વર્ષનું પ્રમુખ જીગીશ શાહે મંગળવારે મળેલ ખાસ સામાન્ય સભામાં રજૂ કર્યું હતું, જેને સભાએ મંજૂરી આપી દીધી હતી. આમ તો એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન બજેટ રજૂ કરે છે પણ કમિટીની રચના થઈ ન હોય એક્ઝિ. ચેરમેન ન હોય, પ્રમુખે જ બજેટ રજૂ કરવું પડ્યું હતું. 555 કરોડના કદના બજેટમાં 18 કરોડની પૂરાત દર્શાવાય છે. બજેટમાં પાલિકાના રૂટિન સેવાના કામોની સાથે કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટો કરવાના વાયદા પણ કરાયા છે.

બજેટ રજૂ થયા બાદ તેની ઉપર શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ, પ્રશાંત દેસાઈ, છાયાબેન દેસાઈ, મીનલ દેસાઈ, જગદીશ મોદીએ બજેટ ઉપર પ્રતિભાવ આપતા બજેટના વખાણ કર્યા હતા. અગાઉના બજેટની જેમ આ બજેટ પણ સરકારી ગ્રાન્ટ ઉપર જ મહદઅંશે નિર્ભર જોવા મળ્યું હતું. પાલિકાના બજેટની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 34 કરોડના બજેટને પણ સભાએ મંજૂરી આપી દીધી હતી.

નવસારી નગરપાલિકામા નું 2021- 22 સુધી નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ જીગીશ શાહે પરંપરાથી બહાર જઈને બજેટ રજૂ કર્યું છે નવસારી વિજલપોર નગરપાલિકા માટે 25.43 કરોડની પાણીની યોજના ઝોન બનાવી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પાલિકાને ઈ-ગવર્નન્સ હેઠળ સાંકળી લઇ નવસારીને સ્માર્ટ સિટી બનાવવા માટે પણ પાલિકા આયોજનબદ્ધ કામ કરશે.બજેટમાં શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિક સિગ્નલ મુકવા નું પણ આયોજન કરવામાં આવ્યું છે

પૂર્ણા નદી પર રીવરફ્રન્ટ બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

શહેરની મુખ્ય સમસ્યાઓમાંથી પ્રથમ હરોળમાં આવતી રખડતા ઢોરની સમસ્યા માટે પણ આ બજેટમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં પાંચ કરોડ બજેટમાં ફાળવી ઢોરવાડો બનાવવા માટે નું આયોજન પણ કરવામાં આવશે. આ બજેટ સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યું છે,જેમાં નગરસેવકોએ બજેટને અવકાર્યું હતું.

પરંપરા તૂટી

નવસારી નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકા પ્રમુખે આ બજેટ રજૂ કર્યું છે અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બજેટ રજૂ કરતા આવ્યા છે પણ હાલમાં પાલિકામાં સ્ટેન્ડીંગ કમિટી સહિત અન્ય કમિટીઓની રચના થઇ શકી નથી જેને લઇને પાલિકા પ્રમુખ એ આ બજેટ રજૂ કરવું પડ્યું છે.

બજેટની શરૂઆતમાં વિવાદ

નવસારી વિજલપોર નગરપાલિકાના બજેટ ની શરૂઆત થતાં પહેલા એક વિવાદે જન્મ લીધો હતો જેમાં પાલિકામાં ચૂંટાયેલા એકમાત્ર મહિલા નગરસેવિકા તેજલ રાઠોડ ને બેસવા માટે ખુરશી ની વ્યવસ્થા જાણતા કે અજાણતા પાલિકા કર્મીઓ દ્વારા થઇ શકી ન હતી જેને લઇને નગરસેવિકા એ આ મામલે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આ માટે ચાલુ સભા દરમિયાન રજૂઆત કરવી પડી હતી ત્યારબાદ 10 મિનિટ પછી મહિલા નગરસેવિકા ને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા તાત્કાલીક કરવામાં આવી હતી.

આ મહત્ત્વના પ્રોજેકટોના વાયદા..

 • શહેરી બસસેવા-20 લાખ
 • ફાયર માટે હાઈડ્રોલિક લેડર સહિત સાધનો ખરીદવા-5 કરોડ
 • નલ સે જલ અંતર્ગત વોટર ડિસ્ટ્રિબ્યુશન-20 કરોડ
 • સુએઝ ટ્રીટમેન્ટ માટે જમીન સંપાદન-30 કરોડ
 • વસંતવિહાર પાસે રમતગમત રિઝર્વ પ્લોટમાં કામગીરી-1 કરોડ
 • રીંગરોડ ક્રોસિંગ સર્કલ-1 કરોડ
 • વેન્ડર્સ માર્કેટ, હોકિંગ ઝોન-2.50 કરોડ
 • પશ્ચિમ વિસ્તારમાં સ્મશાનગૃહ-50 લાખ
 • રેનબસેરા-2.25 કરોડ
 • પાલિકા કચેરીનું રિનોવેશન-3 કરોડ
 • શહેરમાં ફ્લાયઓવર-50 કરોડ
 • રેલવે ફ્લાયઓવર-90 કરોડ
 • વરસાદી પાણીના નિકાલના પ્રોજેક્ટ-4.50 કરોડ
 • આવાસ યોજના-32.50 કરોડ

નવા તળાવો ડેવલપ કરવા 5 કરોડ
નવસારીના 4 તળાવને ડેવલપ કરી ‘લેકફ્રંટ’ બનાવાયા છે. હવે તળાવોનો વિકાસ કરવા માટે વધુ 5 કરોડ ફાળવણી કરવામાં આવી છે.

555 કરોડનો હિસાબ

 • 251.58 કરોજડ મહેસૂલી ખર્ચ
 • 285.93 કરોડ યોજનાકીય ગ્રાંટનો ખર્ચ
 • 537.51 કરોડ કુલ ખર્ચ
 • 18.00 કરોડ પૂરાંત (બંધ સિલક)
 • 555.51 કરોડ કુલ કદ

8 ગામ વિસ્તારની ડ્રેનેજ માટે 25 કરોડ
નવા 8 ગામ જે પાલિકામાં સમાવાયા છે તેમાં ડ્રેનેજની પૂરતી સુવિધા નથી. આ વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા ઉભી કરવા 25 કરોડ જેટલી મોટી રકમ બજેટમાં ફાળવાઈ છે.

સિંચાઈ દેવામુક્ત થવા 10 કરોડ ફાળવ્યાં
નવસારી નગરપાલિકાના માથે કુલ 40 કરોડનું સિંચાઈ વિભાગનું દેવુ છે. આ દેવામાં 14 કરોડ મુદ્લ અને 26 કરોડ વ્યાજ દંડ છે. સરકારની સ્કિમ અંતર્ગત માત્ર 14 કરોડ મુદ્લ ભરી દેવામુક્ત થવાની સ્કિમ માટે ગત વર્ષે પાલિકાએ તૈયારી બતાવી હતી પણ માત્ર 2.50 કરોડ જ ભરી શકતા દેવામુક્ત થઈ ન હતી. આગામી વર્ષના બજેટ માટે 10 કરોડ ભરવાની તૈયારી બતાવાઈ છે.

રખડતા ઢોર માટે ‘એનિમલ હોસ્ટેલ’
નવસારી-વિજલપોરમાં રખડતા ઢોરની સમસ્યા ઘણાં વર્ષોથી ખુબ મોટી છે પરંતુ તેનો કોઈ જ ઉકેલ પાલિકા લાવી શકી નથી. ઢોરને પકડી પાંજરાપોળ મોકલવામાં આવે છે પરંતુ ત્યાં કેપેસિટી વધુ ન હોય મુશ્કેલી સર્જાય છે. આગામી વર્ષના બજેટમાં પાલિકાએ ઢોરનો ડબ્બો (એનિમલ હોસ્ટેલ) બનાવવા 5 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જો આ બનશે તો સમસ્યા ઘણે અંશે હળવી થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો