ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી:નવસારી વિજલપોર પાલિકાએ કોમર્શિયલ ઇમારતોમાં કાર્યવાહી સીલીંગની કાર્યવાહી કરી, 30થી વધુ ઈમારતો પાસે NOC નથી

નવસારી22 દિવસ પહેલા

રાજ્યમાં આગની ઘટનાઓ વધતા ફરિવાર ફાયર NOC નું ભૂત ધૂણી રહ્યું છે. નવસારી શહેરમાં પણ બે દિવસ અગાઉ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આગની ઘટના બની હતી. જેને પગલે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરની કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીની એનઓસી લેવાય છે કે કેમ તે ચકાસણી અંગેની કવાયત શરૂ કરી છે જેના ભાગરૂપે આજે શહેરની 30થી વધુ કોમર્શિયલ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોમર્શિયલ ઈમારતોમાં ફાયર સેફટી ન હોવાથી તમામ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ થઈ
વડી કચેરીથી સૂચના મળતા શહેરમાં બહુમાળી કોમર્શિયલ ઇમારતોમાં દુકાનદારો સામે કાર્યવાહી ક્રવનાઈ શરૂઆત પાલિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.પાલિકા દ્વારા ફાયર સેફટી લગાવવા માટે વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી,છતાય દુકાન ધારકો NOC લેવાં અંગે બેદરકારી સામે આવી છે.જેને કારણે શહેરમાં આવેલી જુદી જુદી ઈમારતોમા દુકાનો સહિત બેંકો પણ સીલ કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...