• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari Vijalpore Municipality Launches Website To Keep Pace With Modernity, Citizens Will Be Able To Lodge Online Complaints And Pay Taxes

ડિજિટલ સુવિધા:નવસારી-વિજલપોર પાલિકાએ આધુનિકતા સાથે કદમ મિલાવવા વેબસાઈટ લોન્ચ કરી, શહેરીજનો ઓનલાઈન ફરિયાદ અને વેરાની ભરપાઈ કરી શકશે

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PM ના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ
  • પાલિકા દ્વારા http://www.navsarivijalporemunicipality.in વેબ સાઇટ લોન્ચ કરી

સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી મોટી અને એ ગ્રેડની કક્ષામાં સમાવેશ પામેલી નવસારી નગરપાલિકાએ શહેરીજનોને અપાતી સુવિધામાં વધુ એક મોરપીચ્છનો ઉમેરો કર્યો છે. પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ જેવી કે રોડ રસ્તા,ગટર,નળ કનેક્શન, જન્મ મરણના દાખલા સ્ટ્રીટ લાઈટ જેવી અનેક ફરિયાદો સાથે હવે પાલિકા કચેરી નહિ આવવું પડે. કેમકે શહેરીજનો માટે પાલિકાએ એક વેબસાઈટ લોન્ચ કરી છે,

જેમાં મોટા ભાગના કામો આંગળીના ટેરવે થઈ શકશે. નવસારી શહેરની વસ્તી અઢી લાખથી વધુ છે તેવા સમયે હાલમાં વિજલપોર નગરપાલિકા સહિત ગામડાઓ હદ વિસ્તરણ થકી નવસારી નગરપાલિકામાં ભળ્યા છે, ત્યારે પાલિકાની કામગીરી સ્વાભાવિકપણે વધી છે, સાથે જ શહેરીજનો દરરોજ પાલિકામાં જઈને કાગળ પર ફરિયાદ કરી સુવિધા મેળવે ત્યાં સુધી ઘણું મોડું થઈ જતું હોય છે,તેવામાં હવે ટેકનોલોજી સાથે કદમ મિલાવીને શહેરીજનોની સુવિધામાં વધારો કરવા એક વેબસાઈટ લોન્ચ કરી છે.

NRI લોકોએ વિદેશમાં બેઠા બેઠા શહેરમાં આવેલી પોતાની પ્રોપર્ટીનો વેરો ભરવો હોય તો આંગળીના ટેરવે કોઈ પણ સ્થળેથી પેમેન્ટ થઈ શકશે,સાથેજ સરકારી યોજનાના ફોર્મની સીધી PDF ફાઈલ હવે મોબાઈલમાં મળી શકાશે.રાઈટ ટુ ઇન્ફોર્મેશન,સહિત ફરિયાદનું નિવારણ લાવવા માટે જેતે વિભાગને કોમ્પ્યુટરાઈઝ મેસેજ જશે અને તે ફરિયાદનું નિવારણ લાવવા માટે અધિકારી કર્મચારીઓને ચોક્કસ ડેડલાઈન પણ આપવામાં આવશે.

જેથી દરેક કામોનું મોનીટરીંગ સીધું જ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ કરી શકશે,અને કામોના નિકાલ બાબતે સરકારી ઉદાનસીનતા હવે ભૂતકાળ બનશે. શહેરીજનોને સૌથી વધુ મુશ્કેલી વેરાની લાઈનમાં આવે છે, કલાકોના વેડફાટ સાથે જ પાલિકામાં સ્ટાફની ઘટ હોવાથી ક્યારેક કામકાજથી રજા મેળવી પાલિકાના કામોનો શહેરીજનો દ્વારા મહામુસીબતે નિકાલ કરવો પડે છે.ત્યારે વેબ સાઈટના માધ્યમથી ઓનલાઈને વેરો પણ ભરાશે તેવી જાહેરાત પાલીકા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં આવેલા વિવિધ પ્રવાસી પોઈન્ટની માહિતી આ વેબ સાઈટમાં મુકવામાં આવી છે,જેથી પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે ત્યારે પાલિકાની લગતી મોટા ભાગની સુવિધા સાથે પાલિકાએ વેબ સાઇટ શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

પાલિકા પ્રમુખ જીગીશ શાહના જણાવ્યા મુજબ દાદાભાઈ નવરોજી અને સયાજીરાવ ગાયકવાડી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન ને સાકાર કરવા માટે પાલિકાએ શહેરની સુવિધામાં વધારો કરવા માટે એક વેબસાઇટ લોન્ચ કરી છે. જેથી શહેરીજનોના સમયની બચત થશે સાથેજ મોબાઇલના માધ્યમથી તમામ મોટાભાગના કામો થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...