નવસારી બાર એસોસીએશનના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની ચૂંટણી 16 મી.ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક કરતાં વધુ ઉમેદવારએ દાવેદારી કરતા ચૂંટણી યોજાશે.
મત ગણતરી નવસારી વકીલ રૂમમાં કરવામાં આવશે
ધી નવસારી ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશન નવસારીના સને. 2023ના હોદ્દેદારો માટેની ચૂંટણી અંગેનો કાર્યક્રમ ચૂંટણી કમિશનરો વિપુલ આર. માસ્ટર, સતીષકુમાર ડી. શર્મા તથા નેવિલ એમ પટેલનાઓ તરફથી બાર રૂમના પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે અનિલ સી. ક્રિશ્રીચ્ચન, પ્રકાશ ડી કંથારીયા અને રાકેશ આર. પરદેશીનાઓ વચ્ચે તથા ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો તરીકે રૂપેશ જે. શાહ, અપૂર્વ બી. દેસાઇ, યતિશ ડી. બાવ તથા જીજ્ઞેશ આર. જોષીનાઓ વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં બાર એસોસીએશન કેમ્પસમાં 16મી ડિસેમ્બરના રોજ સવારે 10.30 કલાકથી 4 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી સમય સંપુર્ણ થયા બાદ મત ગણતરી નવસારી વકીલ રૂમમાં કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી કમિશનરો દ્વારા વિજેતાઓના નામો જાહેર કરવામાં આવશે.
બે પદના ઉમેદવાર બિનહરીફ
સેક્રેટરીના પદ માટે કૃણાલ કે. પટેલ તથા અમિત યુ. કચ્છવેનાઓએ ઉમેદવારી કરી હતી. જે પૈકી અમિત ચુ. કચ્છવેનાઓએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા સેક્રેટરી પદ માટે કુણાલ કે. પટેલનાઓ બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે, તેમજ જોઇન્ટ સેક્રેટરીના પદ માટે વિદ્યાવતી આર. મિશ્રાનાઓએ ઉમેદવારી કરી હતી. જેમની સામે કોઈ અન્ય ઉમેદવારી પત્ર ન ભરતા તેઓ પણ બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.