તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:નવસારી તાલુકા પંચાયતનું 28.12 કરોડની પુરાંતવાળું 80 કરોડનું બજેટ મંજૂર

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 મહત્વની સમિતિના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

નવસારીતા.પ.નું આગામી વર્ષ 2021-22નું બજેટ પ્રમુખ સંજય પટેલે રજૂ કર્યું હતું. જેમાં સ્વભંડોળની આવક 15 કરોડ, સરકારી ગ્રાન્ટ 62 કરોડ, દેવુ 3.30 કરોડ અને રૂ. 28.12 કરોડની પુરાંતવાળુ 80 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેનાથી નવસારી તા.પ.માંં વિકાસના કામોને વેગ મળશે તેમ પ્રમુખે જણાવ્યું હતું. ઉપરાંત 4 મહત્ત્વની સમિતિના હોદ્દેદારોની નિમણૂંક પણ કરાઇ હતી.

નવસારી તા.પ.માં ગુરૂવારે ટીડીઓ, નવા પ્રમુખ સંજય પટેલની ઉપસ્થિતમાં ચાર સમિતિના હોદ્દેદારોની નિમણુંક અને વર્ષ 2020-21નું સુધારેલુ અને આગામી 2021-22નું વાર્ષિક અંદાજપત્ર માટે સભાનું આયોજન કરાયું હતું. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે દંડેશ્વરના હર્ષાબેન પટેલ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ધામણના નરેન્દ્રભાઈ માહ્યાવંશી, શાસક પક્ષના નેતા તરીકે મુનસાડના દિગેશ પટેલ અને દંડક તરીકે ખડસુપાના પ્રતિભા આહીરની સર્વાનુમતે પસંદગી કરાઇ હતી.

નવનિયુક્ત પ્રમુખ સંજય પટેલે આગામી વર્ષ માટે બજેટ રજૂ કર્યું હતું. રૂ. 28.12 કરોડની પુરાંતવાળુ 79.88 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી ગ્રાન્ટનો અંદાજ રૂ.61.66 કરોડ, દેવા વિભાગમાં 3.03 કરોડ અને સ્વભંડોળની આવક 15.19 કરોડ અંદાજવામાં આવી હતી. જેમાં સ્વભંડોળની આવકમાંથી વિવિધ જોગવાઈઓ કરાઇ હતી. જેમાં પંચાયત અને તેના વિકાસના કામો માટે 105.23 લાખ, શિક્ષણ વિભાગમાં 83 લાખ, પશુપાલનમાં 2.30 લાખ, કુદરતી આફત 2.25 લાખ અને જાહેર બાંધકામ માટે 2.80 લાખની જોગવાઈ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો