તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari Tops In Teacher Readiness Test, 78% Teachers Of The District Appeared For The Exam While Most Of Them Stayed Away In The State.

શિક્ષકોની કસોટી:શિક્ષક સજ્જતા કસોટીમાં નવસારી અવ્વલ, જિલ્લાના 78% શિક્ષકોએ પરીક્ષા આપી જ્યારે રાજ્યમાં મોટાભાગના દૂર રહ્યાં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં પણ મંગળવારે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો, HTAT આચાર્યો, સીઆરસી-બીઆરસી માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની શાળાઓના શિક્ષકોએ પરીક્ષા આપી હતી. નવસારી ક્લસ્ટરના 6 કેન્દ્ર, જલાલપોરના 14 ક્લસ્ટર, ગણદેવીના 10 ક્લસ્ટર, ચીખલીના 15 ક્લસ્ટર, ખેરગામમાં 5 ક્લસ્ટર, વાંસદાના 17 ક્લસ્ટર મળી કુલ 67 કેન્દ્રમાંથી કુલ 3465 શિક્ષકો સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લેવાના હતા.

શહેર અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં પગાર સ્કેલ બાબતે ઘણી મોટી વિસંગતતા હોય જેના કારણે પરીક્ષાના એક દિવસ પૂર્વે શહેરના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. આમ છતાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો.

નવસારીમાં 67 કેન્દ્રમાંથી 2712 શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો, જ્યારે 753 શિક્ષક પરીક્ષાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લામાં 3465 પૈકી 2712 શિક્ષકે સર્વેક્ષણમાં ભાગ લેતા 78.26 ટકાવારી થાય છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લો સંભવત: પ્રથમ રહ્યો હતો. સર્વેક્ષણમાં ભાગ નહીં લેનારા શિક્ષકોની ટકાવારી 21.73 ટકા થાય છે.

વિરોધનું આ છે સાચુ કારણ
ગુજરાત શિક્ષણ ખાતુ બોર્ડના શિક્ષકોને 4200નો ગ્રેડ નવમાં વર્ષે આપે અને આખા રાજ્યની નગરપાલિકાના શિક્ષકોને 9માં વર્ષે 2800નો ગ્રેડ આપી અન્યાય કરતુ હતું. તેનો રોષ પણ રાજ્યના શિક્ષકોમાં હતો. જેને લઈને શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યુ હતું. મોટાભાગના જિલ્લામાં માત્ર 10 ટકા જેટલા શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો.

શહેરમાં 146માંથી 3 શિક્ષકે જ ભાગ લીધો
નવસારી શહેર અને જિલ્લા પંચાયતના શિક્ષકોના પગારની વિસંગતાઓને લઈને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. નવસારી નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત 20થી વધુ શાળાના 146 પૈકી માત્ર 3 શિક્ષકે સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...