તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નવસારીથી સુરત કિરણ હોસ્પિ. નોકરીએ જતાં યુવાનનું કોલાસણા પાસે બાઇક સ્લિપ થતાં મૃત્યુ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક નાવિદ શેખ - Divya Bhaskar
મૃતક નાવિદ શેખ
 • નવસારીની નોકરી છુટી, 10 દિવસ પૂર્વે જ સુરત નોકરી મળી હતી
 • બે મિત્ર બાઇક પર સુરત અપડાઉન કરતા હતા, એકને ઇજા

નવસારીમાં ઘાટીવાડમાં રહેતા મોહમદ ઝાકરીયા ગુલામ મલકે મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેમનો કાકાભાઈ નાવિદ અહમદ શેખ (ઉ.વ. 32) સુરતની કિરણ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તેઓ નવસારીમાં ઘેલખડીમાં રહેતા સુમિત નાયકા સાથે બાઈક (નં. GJ-21- BP-5985) પર સવારે રોજ સુરત નોકરીએ જતા હતા.

સોમવારે પણ રાબેતા મુજબ સવારે બાઇક પર સુરત જતા હતા ત્યારે મરોલી નજીક કોલાસણા ગામના પાટીયા પાસે અચાનક બાઈક સ્લીપ થઈ જતા બંને પટકાયા હતા. રોડ પર પટકાતા ગંભીર ઇજાને પગલે નાવિદ અહમદ શેખનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પીઆઇ એમ.એસ. સગર તપાસ કરી રહ્યા છે.

માત્ર 8 માસ અને 4 વર્ષના બે પુત્રએ પિતૃછાયા ગુમાવી
ધૂળેટીના દિવસે નવસારીના યુવાનો બાઈક પર નોકરીએ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા એક યુવાનનું મોત જયારે બીજાને ગંભીર ઇજા થઇ હતી. મળતી માહિતી મુજબ મૃતક નાવિદઅહમદ શકીલઅહમદ શેખ નવસારીની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો પણ 10મી માર્ચે તેમાંથી છૂટા કર્યા બાદ સુરતની કિરણ હોસ્પિટલમાં 10 દિવસ અગાઉ જ નોકરીમાં જોડાયો હતો.

મૃતકની પત્ની, તેમના બે દીકરા એકની ઉંમર 4 વર્ષ અને એકની ઉંમર માત્ર 8 માસનો હોય પરિવારનો આધારસ્તંભનું મોત થતા પરિવાર શોકગ્રસ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો