શહેરનું ગૌરવ:નવસારીની શોર્ટ ફિલ્મને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 11 લોકોથી જ બનેલી 4 મિનિટની શોર્ટ ફિલ્મને 6 કેટેગરીમાં નોમિનેશન

નવસારીના 11 યુવાને ભેગા મળી બનાવેલી શોર્ટ ફિલ્મને ઇન્ડિયન ફિલ્મ હાઉસ દ્વારા યોજાયેલ સમારોહમાં 6 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. જેમાં શોર્ટ ફિલ્મના બેસ્ટ એકટર તરીકે જીગ્નેશ મહિડાને બેંગ્લોરમાં એવોર્ડ મળ્યો છે.

નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં રહેતા જીગ્નેશ મહિડા, કાર્તિક પરમાર અને 10 સભ્યની ટીમ દ્વારા મનોરોગી યુવાનનો પત્નીપ્રેમ પર એક શોર્ટ ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમલસાડની યુવા લેખિકા જિનલ પટેલે આલેખન કર્યું હતું. આ કોલ્ડ હાર્ટ નામની શોર્ટ ફિલ્મમાં માત્ર બે કલાકાર પતિ અને પત્ની તરીકે જીગ્નેશ મહીડા અને પત્ની તરીકે સોનમસિંહે ભૂમિકા ભજવી હતી.

આ 4 મિનિટની આ શોર્ટ ફિલ્મને ઇન્ડિયન ફિલ્મ હાઉસમાં નામાંકન માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં શોર્ટ ફિલ્મને અન્ય પાંચ કેટેગરીમાં બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એડિટર, બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્સપેરીમેન્ટલ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ ફિલ્મને 7મી નવેમ્બરે બેંગલોરમાં ઇન્ડિયન ફિલ્મ હાઉસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ફિલ્મ પ્રતિયોગિતામાં જીગ્નેશ મહીડાએ બેસ્ટ એક્ટર કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો હતો.

સાઉથ ફિલ્મજગતના જાણીતા ડાયરેક્ટર અને સિનેમેટોગ્રાફર જે.સ્વામીએ તેમને પદકથી સન્માનિત કર્યા હતા. કોલ્ડ હાર્ટ ફિલ્મમાં નવસારીના ફિલ્મમેકર જીગ્નેશ મહીડાએ દિગ્દર્શન ઉપરાંત મુખ્ય કીરદાર પણ ભજવ્યું હતું. જીગ્નેશ મહિડા એરૂ ચાર રસ્તા, જલાલપોરના રહેવાસી છે. તે છેલ્લા ચાર વર્ષથી અભિનય, લેખન અને દિગ્દર્શન કરી રહ્યા છે.

11 યુવાનની ટીમે 10 દિવસમાં ફિલ્મ બનાવી
કોલ્ડ હાર્ટ શોર્ટ ફિલ્મ મનોરોગી પતિ પર આધારિત છે. પ્રેમમાં વ્યક્તિ આવું ક્રૂરતાભર્યું કૃત્ય ક્યારે કરી શકે છે ? જ્યારે તે પોતાના પ્રેમને અસુરક્ષિત સમજતો હોય? કે પ્રેમના વહેણમાં આવું કૃત્ય કરી નાંખતો હોય? આ શોર્ટ ફિલ્મ આવા પ્રશ્નોને આપણા માનસપટ પર ચિત્રી જાય છે. ફિલ્મમાં પતિની ભૂમિકા જીગ્નેશ મહીડા અને પત્નીનું કિરદાર સોનમસિંહે ભજવ્યું હતું. કોલ્ડ હાર્ટ સોશિયલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ 10 દિવસમાં 11 યુવાનના સહકારથી વિજલપોરમાં જ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...