આજના ઝડપી આધુનિક યુગમાં સમગ્ર વિશ્વ મોબાઈલના માધ્યમથી આંગળીના ટેરવા ઉપર રમતું થયું છે. જેમાં સોશિયલ મીડિયા એ અનેક સરહદોના સીમાડા તોડી નાખ્યા છે. રાતોરાત બોહળી પ્રસિદ્ધિ અપાવતું સોશિયલ મીડિયા યુવા વર્ગનું અનિવાર્ય અંગ થઈ ગયું છે.ત્યારે આજે વાત કરવી છે, નવસારી જિલ્લાની એક એવી યુવતીની કે જેણે સોશિયલ મીડિયામાં ભારે લોકચાહના મેળવી છે. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં આ યુવતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર રિલ્સ બનાવી લાખોની સંખ્યામાં ફોલોવર્સ અને વયુઝ મેળવી રહી છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ ઓન્જલ માછીવાડ ગામની સલોની ટંડેલની કહાની અનોખી છે. સાવ સામાન્ય પરિવાર માંથી આવતી સલોની બાળપણથી જ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. આ બાદ યુવાન વયે પરિવારે દીકરી ને મોબાઈલ આપ્યો ત્યારથી જ તેની સોશિયલ મીડિયાની અનોખી સફર શરૂ થઈ.
ટિકટોકથી શરૂઆત કરી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર વીડિયો બનાવી સલોની અપલોડ કરતી હતી. ગામઠી લેહકા અને તળપદી ભાષામાં અંગ્રેજી શબ્દોનું મિશ્રણ કરી હળવા વીડિયો બનાવતી સલોનીના રિલ્સ લોકોને ગમવા લાગ્યા અને સાથે જ તેના ફોલોવર્સની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો.
સાવ સામાન્ય માછીમાર પરિવારની દીકરી સલોની ટંડેલની સોશિ્યલ મીડિયામાં લોકપ્રિયતા સતત વધી રહી છે. પોતાના પરિવારની મર્યાદા જાળવી હળવા વીડિયો બનાવતી સલોની ટંડેલ ઉપર તેના માતા પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે.
ખજૂરભાઈ, કિંજલ દવે સાથે પણ કામ કર્યું
આજે ફેસબુક ઉપર સલોની ટંડેલના 3,93,000થી પણ વધુ ફોલોવર્સ છે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર સલોનીને 2,42,000થી વધુ લોકો ફોલો કરી રહ્યા છે. સાથે જ તેના રિલ્સના વયુઝનો આંકડો પણ લાખોમાં પોહચી ગયો છે. સોશિયલ મીડિયામાં ખુબજ લોકપ્રિય થયેલા ખજૂરભાઈ, કિંજલ દવે, આર્યન બારોટ સાથે પણ વીડિયો બનાવી ચુકી છે અને હવે તે આલ્બમ સોંગ સહિત મોટી ઇવેન્ટનો સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હિસ્સો બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.