જન્મદિન વિશેષ:નેહરૂએ ઉદ્દઘાટન કરેલ ટાંકીમાંથી નવસારીવાસીઓ હજુ પાણી પીવે છે

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વડાપ્રધાનના 1961માં નવસારીમાં પગલાં પડ્યા હતા
  • સિલોટવાડમાં જ નવી ટાંકી બનાવાતા 60 વર્ષ જૂની ટાંકી હવે ભૂતકાળ બનશે

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ જે પાણીની ટાંકીનું ઉદઘાટન આજથી 60 વર્ષ અગાઉ કર્યું હતું તે ટાંકીમાંથી આજે પણ નવસારીજનો પાણી પીએ છે.

14 નવેમ્બર એ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિન છે. નેહરૂના પગલાં ગાયકવાડી નગરી નવસારીમાં પણ આઝાદી મળ્યા પછી પડ્યા હતા. તેઓ સને 1961 માં દાંડીમાં નમક સત્યાગ્રહનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ પાસે શહેરમાં ટાઉન પોલીસ મથક પાછળ આવેલ સિલોટવાડ વિસ્તારમાં નવી બનાવાયેલ પાણીની ટાંકીનું પણ ઉદ્દઘાટન કરાવાયું હતું. 60 વર્ષ જૂની આ ટાંકીની વચ્ચે મરામત તો કરાવાઇ હતી પણ તે આજે પણ અડીખમ ઉભી જ છે. આ ટાંકીની કેપેસિટી 10 લાખ લિટરની છે અને હજુ પણ તેમાંથી નવસારીના કેટલાક વિસ્તારોમાં પાણી અપાઈ રહ્યું છે.

હવે તો શહેર ખૂબ મોટું થયું છે,વસ્તી વધી છે અને અનેક ટાંકીઓ પણ ત્યારબાદ બની છે.જોકે 1960થી 1970 ના સમયગાળા દરમિયાન સિલોટવાડ ટાંકી જ પાણી વિતરણ માટે મહત્વની હતી. આ ટાંકી આજે પણ જાણકારોમાં નેહરૂજીવાલી ટાંકી તરીકે જાણીતી છે. જોકે આ 60 વર્ષ જૂની ટાંકી હવે વધુ વર્ષ રહે એવી શક્યતા નથી, કારણ કે તેની નજીક જ નગરપાલિકાએ 20 લાખ લિટરની કેપેસિટીવાળી નવી પાણીની ટાંકી તૈયાર કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...