અભૂતપૂર્વ યોગદાન:નવસારી રેડક્રોસ સોસાયટી રક્તની કામગીરીમાં મોખરે રહી છે

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે 8 મેના રોજ વર્લ્ડ રેડ ક્રોસ ડે મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત કરવા માટે ઉજવવામાં આવે છે. નવસારી રેડક્રોસ સોસાયટીનું મિશન લોકોને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહન આપવાનું છે.

નવસારી રેડક્રોસની સ્થાપના વર્ષ 1974માં કરવામાં આવી હતી. સ્થાપના બાદ નવસારી રેડક્રોસે રક્તદાનની કામગીરીમાં વસ્તીના પ્રમાણમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પોતાની છાપ છોડી છે. બ્લડબેન્કની સેવા સિવાય માનવીય સિદ્ધાતો અને મૂલ્યોનું ઉત્તેજન, કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા આપવી, કુદરતી આપત્તિ વખતે તૈયારી કરવી, સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવી જેવી સેવાનો સમાવેશ થાય છે. રેડક્રોસ સોસાયટીના માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને સાર્વભૌમિકતામાં માને છે.

રેડક્રોસ સંસ્થા વિશ્વવ્યાપી છે. વિશ્વના પ્રથમ વિશ્વયુદ્વ બાદ શાંતિ સ્થાપવા રેડ ક્રોસનો મહત્વનો ફાળો રહ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્વના કારણે તબાહી સર્જાઇ હતી. યુદ્વના કારણે અનેક લોકો શારીરિક યાતનાઓ અને રોગના ભોગ બન્યા હતા. જેઓની સેવા કરવા રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી.

ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ(ICRC)ના ફાઉન્ડર હેન્રી ડૂનન્ટનો જન્મદિવસ 8 મે 1928ના રોજ થયો હતો, જેને ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડે તરીકે ઊજવવામાં આવે છે. 1901માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉઈલ્લેખનીય છે કે, પ્રથમ ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડે 8 મે 1948ના રોજ ઊજવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...