સમગ્ર ઉનાળાની મોસમનો સૌથી વધુ પવન નવસારીમાં 15.3 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.
નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ બદલાયું છે.તાપમાન ઘટ્યું છે,ભેજનું પ્રમાણ વધ્યું છે તો પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 6થી 7 દિવસથી પવન 5થી 7 કિમિ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયા બાદ ગુરુવારે તો પવનની ગતિમાં ભારે વધારો થયો હતો અને દિવસ દરમિયાન સરેરાશ 15.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. સમગ્ર ઉનાળા દરમિયાન સૌથી વધુ પવનની ગતિ ગુરુવારે નોંધાઇ હતી.
કેટલીક જગ્યાએ ઝાડની ડાળી પડી હતી તો જિલ્લા સેવા સદન ખાતે મુકેલ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયું હતું. તાપમાનમાં ઘટાડો થઈ સવારે 28 ડિગ્રી અને બપોરે પણ માત્ર 34 ડિગ્રી જ નોંધાયું હતું.બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ સવારે 89 ટકા અને બપોરે પણ 71 ટકા રહેતા ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો.જોકે પવનને લઈ રાહત જરૂર મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.